Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ બારદાન કૌભાંડનાં 5 આરોપીઓ 9 દિવસના રિમાન્ડ પર

રાજકોટઃ બારદાન કૌભાંડનાં 5 આરોપીઓ 9 દિવસના રિમાન્ડ પર
X

સમગ્ર કૌભાંડમાં ધરપકડનો આંક હજી પણ વઘે તેવી શકયતા

સૌરાષ્ટ્ર ભરમાં છેલ્લા કેટલાંય સમયથી મગફળી કૌભાંડ સામે આવી રહ્યું છે. જેમાં ગત શનિવારે રાજકોટના બી ડિવિઝન પોલિસ મથકમાં બારદાન કૌભાંડ મામલે ફરીયાદ નોંધાઈ હતી. મગન ઝાલાવાડીયા સહિત 8 જેટલા શખ્સો વિરૂધ્ધ ગુનો પણ દાખલ કરવામા આવ્યો હતો. જે સંદર્ભે રાજકોટ પોલિસે સોમવારના રોજ ટ્રાન્સફર વોરંટ મેળવી મગનઝાલાવાડીયાનો જેતપુર જેલ માથી કબ્જો મેળવી તેની ધરપકડ કરી હતી. જે બાદ મંગળવારે તેને કોર્ટમા રજુ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામા આવી હતી. જે અન્વયે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

મગનઝાલાવાડીયાની પુછપરછમા વધુ આરોપીઓની સંડોવણી નિકળતા અન્ય પાંચ આરોપીની ગઈકાલે ધરપકડ કરવામા આવી હતી. જે તમામ આરોપીઓને આજ રોજ કોર્ટમા રજુ કરતા કોર્ટે દિવસ 9ના રિમાન્ડ મંજુર કર્યા છે.

મગન ઝાલાવાડીયાએ સમગ્ર કૌભાંડ પોતાના ફૈબાના દીકરા અને તેમજ પોતાના જ ગામના અંગત માણસોની મદદથી પાર પાડ્યું હતું. આ પ્રકરણમાં ગુજકોટના એમ.ડી અને અને મેનેજરને પોલીસે તેડું મોકલ્યું છે. આરોપી મનસુખ ખાલી બારદાન ખરીદનાર વેપારી શોધી લાવતો હતો તેમજ પરેશ અને નીરજ રજિસ્ટરમાં ખોટી એન્ટ્રી કરતા હતા, જ્યારે કાનજી અને કાળુ કીધું હોય એના બદલે બીજા સ્થળે માલ ઉતારતા હતા. બચેલા બારદાન ગેરકાયદેસર રીતે તરઘડી ખાતે પનામ એગ્રોટેકમાં મોકલી દેવાયા હતા.

Next Story