Connect Gujarat
ગુજરાત

રાજકોટ : પુષ્યનક્ષત્ર અને દિવાળીના કારણે જવેલર્સ બજારમાં તેજીનો તોખાર

રાજકોટ : પુષ્યનક્ષત્ર અને દિવાળીના કારણે જવેલર્સ બજારમાં તેજીનો તોખાર
X

છેલ્લા કેટલાંય સમયથી સોનાના ભાવ કુદકે અને ભુસકે વધી રહ્યો હોવાથી તેની સીધી અસર ખરીદી પર જોવા મળી રહી છે. છેલ્લા પાંચ મહિનાથી રાજકોટના સોની બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો. જો કે દિવાળીનો તહેવાર નજીક આવતા બજારમાં ખરીદી નીકળી છે.

રાજકોટમાં છેલ્લા પાંચ મહિનાથી જવેલર્સ મંદીનો માર સહન કરી રહ્યા હતા. જો કે દશેરા બાદ સોની બજારમાં ઘરાકી નિકળતા તેમણે રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ ગ્રાહકોને આકર્ષવાવેપારીઓએ પણ ઘડામણના ભાવમા ૨૫%નું ડિસ્કાઉન્ટ આપવાનુ જાહેર કર્યુ છે. તો સાથે જ આજે પુષ્ય નક્ષત્ર હોવાના કારણે બજારમાં તેજી જોવા મળી રહી છે. આગામી શનિવારના રોજ ધનતેરસ હોવાના કારણે વધુ તેજી જોવા મળશે તેવું વેપારીઓનું માનવું છે. પુષ્ય નક્ષત્ર અને આગામી દિવસોમાં આવનાર લગ્નસરાની સીઝનના કારણે ગ્રાહકો ઉંચા ભાવે પણ સોનું ખરીદી કરી રહ્યા છે.હાલ, સોની બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ વેપારીઓનુ કહેવુ છે કે, જે ખરીદી કરવામાં આવી રહી છે. તે માત્ર અને માત્ર નાની ખરીદી કરવામાં આવી રહી છે. એટલે કે લોકો સોનું તો ખરીદી રહ્યા છે, પણ માત્ર ૫ ગ્રામથી લઈ ૨૫ ગ્રામ સુધી. પરંતુ જે ઈન્વેસ્ટર ખરીદી હોઈ છે તે હાલ નથી જોવા મળી રહી જે વેપારીઓ માટે ચિંતાનો વિષય છે.

Next Story