શેત્રુજી નદી પરના બ્રિજની ખસ્તા હાલત
પીપાવાવ અને અંબાજી સ્ટેટ હાઇવે પરનો છે બ્રિજ
સાત દાયકા જૂનો બ્રિજ બન્યો બિસ્માર
ચારેતરફ બ્રિજના દેખાય રહ્યા છે સળિયા
તાત્કાલિક જોખમી બ્રિજના સમારકામની ઉઠી માંગ
અમરેલીમાં શેત્રુજી નદી પરનો બ્રિજ 7 સાત દાયકા જૂનો છે,જોકે તંત્ર દ્વારા સમયાંતરે બ્રિજની મરામત કરવામાં ન આવતા વર્તમાન સમયમાં બ્રિજ જોખમી બની ગયો છે,અને બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક બ્રિજના સમારકામની માંગ કરી રહ્યા છે.
વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજ ધારાશાહી થવાની ગમખ્વાર દુર્ઘટના બાદ અમરેલી જિલ્લામાં 75 વર્ષ પહેલા બનેલા સ્ટેટ હાઈવે પરનો શેત્રુજી નદી પરનો બ્રિજ ગમખ્વાર અકસ્માતની રાહ જોઈ રહ્યો હોવાની પ્રતીતિ સ્થાનિક લોકો કરી રહ્યા છે.વર્ષ 1955માં મુંબઈ રાજ્યમાં જ્યારે અમરેલી આવતું ત્યારે તે વખતના પ્રધાન ઇન્દુબેન શેઠ દ્વારા 8 ઓગસ્ટ 1955માં આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.આજે આ 70 વર્ષમાં વ્હાણા વીતવા આવ્યા ત્યારે આ બ્રિજની હાલત હાલક ડોલક જેવી થઈ ગઈ છે.70 વર્ષ પહેલા આ બ્રિજ નાના વાહનો અને બળદગાડા પસાર થાય તે માટે નિર્માણાધીન કરવામાં આવ્યો હતો,પરંતુ આજે આ પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવે ગણાઈ છે,અને આ પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવે એટલે અમરેલીથી સાવરકુંડલા જવાનો શેત્રુજી નદી પરનો મુખ્ય બ્રિજ કહેવાય છે.
ચારેતરફ બ્રિજના સળિયાઓ બહાર ડોકિયા કરે છે અને સળિયા બહાર આવી ગયા છે.જ્યારે બ્રિજની ઘણીખરી રેલીંગ પણ તૂટી ગઈ છે. બ્રિજ પરથી પીપાવાવ પોર્ટના મસમોટા કન્ટેનર ટ્રક પસાર થાય છે,ઓવરલોડ વાહનો પણ પસાર થઈ રહ્યા છે.મુખ્ય સ્ટેટ હાઇવે હોવાથી રોજના હજારો વાહનો આ બ્રિજ પર પસાર થતા હોય ત્યારે અતિ જર્જરિત બની ગયેલા બ્રિજ પર મોટા વાહનો દોડવાથી વાઇબ્રેટિંગ કરતો અને ઝૂલતો બ્રિજ હોવાનો અહેસાસ વાહનચાલકો કરી રહ્યા છે.ત્યારે વાહનચાલકો તાત્કાલિક આ બ્રિજના સમારકામ માટે માંગ કરી રહ્યા છે.