Connect Gujarat
રાજકોટ 

રાજકોટ: ટેનિસનો બોલ આપવાની લાલચે સગીર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

પોલીસે સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા દિલાવર ખાન પઠાણની ધરપકડ કરી છે.

X

રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ગત 8મી ઓગસ્ટના રોજ સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય એક અજાણ્યા ઈસમ દ્વારા આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી આ મામલામાં પોલીસે સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા દિલાવર ખાન પઠાણની ધરપકડ કરી છે

રાજકોટના સદર બજાર ખાતે ગત આઠમી તારીખના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાંથી પરત ફરી રહેલા 13 વર્ષીય સગીરને આરોપી દ્વારા ટેનિસ બોલ અપાવવાની લાલચ આપવામાં આવી હતી ત્યારબાદ તેને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલની અંદર આવેલા પીએમ રૂમ પાસેની અવાવરૂ જગ્યાએ લઇ જવામાં આવ્યો હતો ત્યાં જઈ તેના હાથ બાંધી દેવામાં આવ્યા હતા ત્યારબાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. સગીરને મોકો મળતા તેણે પોતાનો હાથ છોડાવી આરોપીને પથ્થર મારી ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

સગીર પોતાના પરિવારજનો પાસે પહોંચી પોતાની સાથે થયેલ કમનસીબ ઘટનાને વર્ણવી હતી.આ મામલે પોલીસ ફરિયાદ નોધાઈ હતી.પોલીસે વિવિધ ટિમ બનાવી તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેના આધારે આરોપી દિલાવર ખાન પઠાણની ધરપકડ કરી હતી આરોપીનો ગુનાહિત ઈતિહાસ તપાસ કરતાં આરોપી દ્વારા વર્ષ 2018માં રાજકોટ જિલ્લાના પણ આ જ પ્રકારે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તેણે આચર્યું હતું. જે ગુના અંતર્ગત કોર્ટ દ્વારા તેને સાત વર્ષની સજા પણ સંભળાવવામાં આવી હતી. થોડાંક સમય પૂર્વે છે તે પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો છે. ત્યારે જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તેને પોતાની ગુનાહિત માનસિકતા છોડી નથી.

Next Story