રામ મંદિર મુદ્દે SCનો મોટો નિર્ણય, મધ્યસ્થતાથી ઉકેલાશે વિવાદ

New Update
રામ મંદિર મુદ્દે SCનો મોટો નિર્ણય, મધ્યસ્થતાથી ઉકેલાશે વિવાદ

અયોધ્યા કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટે જમીન વિવાદ મામલે મધ્યસ્થતા થશે તેમાં જણાવી ત્રણ લોકોની પેનલ મધ્યસ્થતા કરશે તેમ જણાવ્યુ. આ પેનલ માં જસ્ટિસ ખલીફુલ્લાની, શ્રીશ્રી રવિશંકર હશે સાથે ત્રીજા સદસ્ય તરીકે શ્રીમ પંચૂનો સમાવેશ કરાયો છે.

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા આદેશ કર્યો કે એક સપ્તાહમાં મધ્યસ્તાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ મધ્યસ્થતાની પ્રક્રિયા ઉત્તર પ્રદેશના ફેઝાબાદમાં કરાશે. જેમાં 4 અઠવાડિયામાં પ્રથમ રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. અને આઠ અઠવાડિયામાં મધ્યસ્થતાનો ફાઇનલ રિપોર્ટ આપવા આદેશ કરાયો છે.

અયોધ્યામાં રામ મંદિર જમીન વિવાદ મામલે મધ્યસ્થી પર આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. આ પૂર્વે સુપ્રીમ કોર્ટે બુધવારે દલીલો સાંભળીને આ મામલે સ્થાયી સમાધાન માટે કોર્ટ દ્વારા નિમણૂક કમિટી અને દેખરેખમાં મધ્યસ્થી મામલે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પ જજની બંધારણીય બેંચે સ્પષ્ટ કહ્યું હતું કે અયોધ્યા જમીન વિવાદ અને તેના પ્રભાવને ગંભીરતાથી સમજીએ છીએ અને ઝડપથી ચુકાદો સંભળાવવા માગીએ છીએ.

બેંચે કહ્યું હતું કે જો પાર્ટીઓ મધ્યસ્થીનું નામ રજૂ કરી શકે છે. જોકે આ મામલે સુપ્રીમ કોર્ટમાં હિન્દુ મહાસભાએ પોતાનું સ્ટેન્ડ ક્લીયર રાખ્યું છે કે, મધ્યસ્થી ન થઈ શકે. મહાસભાએ કહ્યું છે કે ભગવાન રામની જમીન છે અને તેમને મળવી જોઈએ.

Latest Stories