Connect Gujarat
વાનગીઓ 

વધેલી રોટલીને ફેંકવાની ભૂલ ના કરતાં, રોટલીમાંથી બનશે મસ્ત ચીઝી સ્નેક્સ, તો રાહ કોની જુઓ છો નોંધી લો રેસેપી....

રોટલીમાંથી તમે સરળતાથી ચીઝી સ્નેક્સ બનાવી શકો છો. મોટાભાગના લોકો પડેલી રોટલીનો યુઝ કરતા હોતા નથી.

વધેલી રોટલીને ફેંકવાની ભૂલ ના કરતાં, રોટલીમાંથી બનશે મસ્ત ચીઝી સ્નેક્સ, તો રાહ કોની જુઓ છો નોંધી લો રેસેપી....
X

લંચ અને ડિનર પછી ઘણી વાર રોટલી વધતી હોય છે. આ રોટલીને મોટાભાગના લોકો ફેંકી દેતા હોય છે. પરંતુ આ રોટલીમાંથી તમે સરળતાથી ચીઝી સ્નેક્સ બનાવી શકો છો. મોટાભાગના લોકો પડેલી રોટલીનો યુઝ કરતા હોતા નથી. પરંતુ તમે એક વાર ઘરે આ રીતે ચીઝી સ્નેક્સ બનાવશો તો ઘરના લોકો ખાતા રહી જશે. વધેલી રોટલીમાંથી તમે મસ્ત ઇન્ડિયન કેસાડિલા બનાવી શકો છો. તો જાણો તમે વધેલી રોટલીમાંથી કેવી રીતે ઇન્ડિયન કેસાડિલા બનાવશો.

ઇન્ડિયન કેસાડિલા બનાવવાની સામગ્રી

· 4 રોટલી

· 1 ચમચી બટર

· 1 ઝીણી સમારેલી ડુંગળી

· 1 ઝીણું સમારેલુ શિમલા મરચુ

· 1 ચમચી ચિલી ફ્લેક્સ

· સ્વાદાનુંસાર મીઠું

· 1 ચમચી ક્રશ કરેલુ લસ

· 1 ચમચી બાફેલી મકાઇ

· 1 ચમચી ઓરેગાનો

· 100 ગ્રામ પનીર

· 1 બાફેલુ બટાકુ

· 3 થી 4 ચમચી મોઝરેઝા ચીઝ

· 1 ચમચી લીલી ચટણી

· 1 ચમચી ફુદીનાની ચટણી

· 1 ચમચી સોસ

· 2 ચમચી દેસી ઘી

ઇન્ડિયન કેસાડિલા બનાવવાની રેસેપી

· ઇન્ડિયન કેસાડિલા બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં બટર લો. પછી તેમાં લસણ ફ્રાય કરી લો. પછી તેમાં ડુંગળી અને શિમલા મરચા એડ કરો. પેનમાં કોર્ન નાખો અને ફ્રાય કરી લો.

· આ બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી લો. હવે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો મિક્સ કરો. પનીરને હાથથી મસળી પેનમાં એડ કરો.

· ત્યાર બાદ મેશ કરેલા બટાકા નાખો. પછી સ્વાદાનુંસાર મીઠું નાખો. છેલ્લે મોઝરેલા ચીઝ નાખીને પ્રોપર રીતે મિક્સ કરી લો. તો ઇન્ડિયન કેસાડિલાની ફિલિંગ તૈયાર છે.

· હવે વધેલી 4 રોટલી લો. આ રોટલી પર ફુદીનાની ચટણી અને સોસ લગાવો. અડધા ભાગમાં મિશ્રણ ભરો અને સેટ કરી દો. પછી અડધી રોટલીને મિશ્રણના ઉપરથી ફોલ્ડ કરી દો. તવી ગરમ કરવા માટે મુકો.

· તવી ગરમ થઇ જાય એટલે રોટલી મુકો અને ચારેબાજુ ઘી નાખો. બન્ને બાજુથી આછા બ્રાઉન રંગની રોટલી શેકી લો. તો તૈયાર છે ઇન્ડિયન કેસાડિલા.

Next Story