સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અન્યાય ના મુદ્દે જામનગરની વિદ્યાર્થીનીઓએ યોજ્યા ધરણા

New Update
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અન્યાય ના મુદ્દે જામનગરની વિદ્યાર્થીનીઓએ યોજ્યા ધરણા

સ્પોર્ટ્સમાં અન્યાય થવાના આક્ષેપ સાથે ધરણા

જામનગરના લાલબગલાં ચોકમાં જામનગરની અલગ અલગ કોલેજની ૨૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તેઓને સ્પોર્ટ્સમાં અન્યાય થવાના આક્ષેપ સાથે ધરણા પર બેસી ગઈ હતી.

જામનગર શહેર એથેલીક એસોસિએશન દ્વારા યોજવામાં આવેલા ધરણામાં વિદ્યાર્થીનીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે,યુનિવર્સિટી જામનગરની વિદ્યાર્થીનીઓને નેશનલ ગેઇમસમાં પસંદગી નહિ કરી અન્યાય કરવામાં આવ્યો છે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ ઉપર દાદાગીરી કરવામાં આવી રહી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.