અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજરોજ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી વન-ડે મેચ રમાવાની છે, ત્યારે ભારતીય ટીમ શ્રેણી કબજે કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે.
અમદાવાદ ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વન-ડે સિરીઝની બીજી મેચ રમાવાની છે. જેને લઈને દરેક ક્રિકેટપ્રેમીઓના મનમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ શ્રેણી જીતવા માટે ભારતની ટીમે પૂરેપુરી તૈયારી કરી લીધી છે. અગાઉ જ્યારે મેચ રમાઈ હતી, ત્યારે ભારતે વેસ્ટ ઈન્ડિઝને હાર આપી હતી, ત્યારે આજે અમદાવાદમાં બીજી વન-ડેમાં ભારતનો ધુઆધાર ખેલાડી લોકેશ રાહુલ વાપસી કરવા જઈ રહ્યો છે. જોકે, રાહુલના બેટિંગ ઓર્ડરને લઈને પણ આજે એક પ્રશ્નાર્થ છે, ત્યારે હવે જોવું રહ્યું કે, રોહિત કયા ક્રમે રાહુલને મેદાનમાં ઉતારે છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝની બીજી વન-ડે મેચમાં શ્રેણી જીતવા ભારતીય ટીમ પૂરી રીતે તૈયાર છે.