ભરૂચ : રોટરી ક્લબ નિર્મિત ટેબલ ટેનિસ હોલનું નાયબ મુખ્ય દંડક અને રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નરના હસ્તે લોકાર્પણ

સામજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ દ્વારા સ્ટેશન રોડ પર આવેલ રોટરી હોલ ખાતે રમત ગમતની વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.

New Update

ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબ ખાતે નવનિર્મિત ટેબલ ટેનિસ હોલનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને રોટરી ક્લબ 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના રોટરી ક્લબ દ્વારા મિપ્રિક ખાતે નવનિર્મિત ટેબલ ટેનિસ હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સામજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ દ્વારા સ્ટેશન રોડ પર આવેલ રોટરી હોલ ખાતે રમત ગમતની વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.

Advertisment

જે અંતર્ગત મિપ્રીક હોલ ખાતે અદ્યતન સુવિધાથી સજ્જ વિશ્વ કક્ષાના ટેબલ ટેનિસ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ તેમજ રોટરી 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંતોષ પ્રધાનના હસ્તે ટેબલ ટેનિસ હોલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે રોટરી પ્રેસિડેન્ટ ડો. વિક્રમ પ્રેમકુમાર સહિત રોટરી ક્લબ ઓફ ભરૂચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment