બુમરાહનું ઘરઆંગણે શાનદાર પ્રદર્શન, પહેલીવાર લીધી 5 વિકેટ

ટીમ ઈન્ડિયાએ બેંગ્લોરમાં શ્રીલંકા સામેની ડે-નાઈટ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન જારી રાખ્યું છે. ભારતે પ્રથમ દાવમાં શ્રીલંકાને માત્ર 109 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

New Update

ટીમ ઈન્ડિયાએ બેંગ્લોરમાં શ્રીલંકા સામેની ડે-નાઈટ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન જારી રાખ્યું છે. ભારતે પ્રથમ દાવમાં શ્રીલંકાને માત્ર 109 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. શ્રીલંકાના સ્પિનરોનો જાદુ ચાલી રહ્યો હતો તે પીચ પર ભારતના જસપ્રિત બુમરાહે તબાહી મચાવી હતી. જસપ્રીત બુમરાહે કુલ 5 વિકેટ લીધી હતી. ખાસ વાત એ છે કે જસપ્રીત બુમરાહની ભારતમાં આ પ્રથમ પાંચ વિકેટ છે જ્યારે તેની ટેસ્ટ કારકિર્દીમાં આ આઠમી વખત છે જ્યારે તેણે ટેસ્ટ ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી હોય.

Advertisment

શ્રીલંકા સામે બેંગ્લોર ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં જસપ્રીત બુમરાહે 10 ઓવરમાં 24 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ દરમિયાન જસપ્રીત બુમરાહે પોતાના સ્પેલમાં 4 ઓવર મેડન્સ પણ લગાવી હતી. ભારત તરફથી મોહમ્મદ શમી અને રવિચંદ્રન અશ્વિનને બે-બે અને અક્ષર પટેલને એક વિકેટ મળી હતી.

Advertisment