Connect Gujarat
સ્પોર્ટ્સ

Ind Vs Eng: એજબેસ્ટન ટેસ્ટ મેચ ભારતના હાથમાંથી બહાર! બેયરસ્ટો-રૂટે રમત બગાડી, હવે ચમત્કારની આશા.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એજબેસ્ટન ટેસ્ટનો ચોથો દિવસ પૂરો થઈ ગયો છે અને હવે તમામની નજર પાંચમા દિવસે ટકેલી છે.

Ind Vs Eng: એજબેસ્ટન ટેસ્ટ મેચ ભારતના હાથમાંથી બહાર! બેયરસ્ટો-રૂટે રમત બગાડી, હવે ચમત્કારની આશા.
X

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એજબેસ્ટન ટેસ્ટનો ચોથો દિવસ પૂરો થઈ ગયો છે અને હવે તમામની નજર પાંચમા દિવસે ટકેલી છે. ચોથા દિવસની શરૂઆતમાં ભારતીય ટીમ મજબૂત દેખાઈ રહી હતી. પરંતુ દિવસની રમતના અંત સુધીમાં મેચ સંપૂર્ણપણે ઈંગ્લેન્ડના ખિસ્સામાં પહોંચી ગઈ છે. ઇંગ્લેન્ડને ટેસ્ટ મેચ જીતવા માટે અંતિમ દિવસે માત્ર 119 રનની જરૂર છે અને તેની પાસે હજુ 7 વિકેટ બાકી છે.

જો ઈંગ્લેન્ડ આ લક્ષ્યાંક હાંસલ કરશે તો તે ઐતિહાસિક રન ચેઝ હશે. ઉપરાંત આ શ્રેણી ડ્રો પર સમાપ્ત થશે કારણ કે ટીમ ઈન્ડિયા હાલમાં પાંચ ટેસ્ટની શ્રેણીમાં 2-1થી આગળ છે. આ શ્રેણી ગયા વર્ષે થઈ હતી પરંતુ છેલ્લી મેચ કોરોનાને કારણે થઈ શકી ન હતી. એજબેસ્ટન ટેસ્ટ હવે એકતરફી છે. જોની બેયરસ્ટો અને જો રૂટની સદીની ભાગીદારી ટીમ ઈન્ડિયાથી મેચને ઘણી દૂર લઈ ગઈ છે. પહેલા ઈંગ્લેન્ડે શાનદાર શરૂઆત કરી અને ઓપનિંગ જોડીએ 107 રનની ભાગીદારી કરી. આ પછી ભારતે મેચમાં વાપસી કરી અને 2 રનના તફાવતે ત્રણ વિકેટ લીધી.

પરંતુ આ પછી ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ અને ફોર્મમાં ચાલી રહેલા જોની બેરસ્ટો ક્રિઝ પર આવ્યા હતા. ત્યારબાદ રનની ગતિ વધી. ચોથા દિવસની રમતના અંત સુધીમાં બંને વચ્ચે 150 રનની ભાગીદારી થઈ હતી. જો રૂટ 76 અને જોની બેયરસ્ટો 72 રને અણનમ છે.

Next Story