પુષ્પાનો ટ્રેન્ડ બાંગ્લાદેશ પહોંચ્યો, વિકેટ લેતાની સાથે જ બોલરે અલ્લુ અર્જુનની સ્ટાઈલની કોપી કરી

તેલુગુ ફિલ્મ પુષ્પા ટ્રેન્ડસેટર ફિલ્મ સાબિત થઈ રહી છે. લોકો પુષ્પાના ગીતો, ડાયલોગ્સથી લઈને એક્શન સુધીના ટ્રેન્ડને કોપી કરતા જોવા મળે છે.

New Update

તેલુગુ ફિલ્મ પુષ્પા ટ્રેન્ડસેટર ફિલ્મ સાબિત થઈ રહી છે. લોકો પુષ્પાના ગીતો, ડાયલોગ્સથી લઈને એક્શન સુધીના ટ્રેન્ડને કોપી કરતા જોવા મળે છે. થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે આ જ ફિલ્મના શ્રીવેલીના ગીતના ડાન્સ સ્ટેપ્સની નકલ કરીને ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. હવે પુષ્પાનું પ્રદર્શન બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં જોવા મળ્યું હતું.

BPLમાં સિલહટ સનરાઈઝર્સ તરફથી રમતા સ્પિનર નજમુલ ઈસ્લામે કોમિલા વિક્ટોરિયન્સ સામે શોહિદુલ ઈસ્લામની વિકેટ લીધા બાદ અલ્લુ અર્જુનના પ્રખ્યાત ડાયલોગની નકલ કરવાનો પ્રયાસ કર્યો હતો હકીકતમાં બેટ્સમેન શોહિદુલ ઈસ્લામે મિડ ઓફની એક ઓવરમાં નજમુલ ઈસ્લામને ફટકાર્યો હતો. મોટો શોટ લગાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રવિ બોપારાએ બાઉન્ડ્રી પાસે એક શાનદાર ડાઈવ લગાવીને કેચ કર્યો હતો ત્યારબાદ નજમુલ પુષ્પરાજની નકલ કરતો જોવા મળ્યો હતો.