Connect Gujarat
સ્પોર્ટ્સ

"સ્ટાર શટલર" : ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ PM મોદીએ પીવી સિંધુને અભિનંદન પાઠવ્યા

ટોક્યો ઓલિમ્પિકમાં પીવી સિંધુને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે.

ટોક્યો ઓલિમ્પિકમાં પીવી સિંધુને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. વર્લ્ડ ચેમ્પિયન છઠ્ઠા ક્રમાંકિત પીવી સિંધુએ બેકમિન્ટન મહિલા સિંગલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે.

ટોક્યો ઓલિમ્પિકમાં સ્ટાર શટલર સિંધુએ ચીનની આઠમી ક્રમાંકિત હી બિંગ જિયાઓને ટોક્યોમાં સીધી રમતોમાં હરાવીને ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની છે. વિશ્વની નંબર વન સ્ટાર શટલર સિંધુએ મુસાહિનો ફોરેસ્ટ સ્પોર્ટ્સ પ્લાઝા ખાતે 53 મિનિટ સુધી ચાલેલી બ્રોન્ઝ મેડલ મેચમાં વિશ્વની 9માં ડાબા હાથની બિંગ શિયાઓને પણ 21-13, 21-15થી હરાવી હતી. જોકે, સિંધુને સેમિ ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઇની તાઇ ત્ઝુ યિંગ સામે 18-21, 12-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. સિંધુએ મોટાભાગના સમય સુધી એકતરફી મેચમાં પ્રભુત્વ જાળવ્યું હતું. જોકે, બિંગ ઝીઓ સામે વધારે પરસેવો પાડવો પડ્યો ન હતો. પીવી સિંધુને સાતમા ક્રમાંકે ફરી એક વખત નેટ પર રમવામાં તકલીફ પડી હતી, પરંતુ તે સમયે પ્રભુત્વ મેળવવામાં સિંધુ સફળ રહી હતી. વર્લ્ડ ચેમ્પિયન છઠ્ઠા ક્રમાંકિત પીવી સિંધુએ બેકમિન્ટન મહિલા સિંગલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીવી સિંધુની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવતા જણાવ્યુ હતું કે, પીવી સિંધુના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી દેશની જાણતા ઘણી ઉત્સાહિત છે. પીવી સિંધુ ભારતનું ગૌરવ છે. જે સૌથી ઉત્કૃષ્ટ ઓલિમ્પિયનોમાં એક છે.

Next Story