Connect Gujarat
સ્પોર્ટ્સ

ટી20 વર્લ્ડકપનો આજથી પ્રારંભ ! 29 દિવસમાં 45 મેચ રમાશે

ટી20 વર્લ્ડકપનો આજથી પ્રારંભ ! 29 દિવસમાં 45 મેચ રમાશે
X

ટી20 વર્લ્ડકપ રવિવારથી શરૂ થશે. યજમાન ભારત છે પણ ટુર્નામેન્ટ ઓમાન અને યુઇએમાં યોજાશે. રવિવારે પહેલી મેચ ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે રમાશે. ભારત 24 ઓક્ટોબરે દુબઇમાં પાકિસ્તાન સામે રમશે. ટી20 વર્લ્ડ કપમાં ભારત-પાક. વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઇ છે અને બધી જ ભારતે જીતી છે.2007માં આપણે પાક.ને હરાવીને જ સૌપ્રથમ ટી20 વર્લ્ડકપ જીત્યો હતો. કોરોનાને કારણે 2021માં ભારત માત્ર 8 ટી20 મેચ રમ્યું.3 મેચમાં મુખ્ય ખેલાડીઓ ટીમમાં સામેલ નહોતા.2021માં સૌથી વધુ 18 ટી20 મેચ દ.આફ્રિકા રમ્યું, જેમાંથી 11 જીત્યું. તે પછી સૌથી સારો દેખાવ બાંગ્લાદેશનો છે. ટી-20 વર્લ્ડ કપ 2021માં 16 ટીમો ભાગ લઈ રહી છે. પ્રથમ રાઉન્ડ ક્વોલિફાઇંગ રાઉન્ડનો છે. આમાં 8 ટીમોને 4-4 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. બંને ગ્રુપમાંથી ટોપ-2 સ્થાન પર રહેનારી ટીમો મુખ્ય ગ્રુપ સ્ટેજ માટે ક્વોલિફાય કરશે.

ક્વોલિફાઇંગ રાઉન્ડમાં આઠ ટીમોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામીબિયા, ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની સામેલ છે. મુખ્ય ગ્રુપ સ્ટેજને સુપર 12 પણ કહેવામાં આવે છે.

Next Story