સુરત: બોગસ પત્રકારે દેહવેપાર કરતાં ઈસમ પાસે રૂપિયા માંગ્યાઅને બોગસ પત્રકારનો મળ્યો મૃતદેહ,જુઓ શું છે ચકચારી મામલો

New Update
સુરત: બોગસ પત્રકારે દેહવેપાર કરતાં ઈસમ પાસે રૂપિયા માંગ્યાઅને બોગસ પત્રકારનો મળ્યો મૃતદેહ,જુઓ શું છે ચકચારી મામલો

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ખાતે દેહ વ્યાપાર કરતાં શખ્સે ગત 9 માર્ચના રોજ શેખપુર ગામેથી મળી આવેલ અજાણ્યા યુવાનની હત્યા કરી હતી. મૃતક યુવાન અવાર નવાર દેહવ્યાપાર કરાવતા શખ્સ પાસેથી પૈસાની માંગણી કરતો હોય જેથી ત્રાસી ગયેલ શખ્સે   યુવાનની હત્યા કરી પુરાવાનો નાશ કરી દીધો હતો.

ગત તારીખ 9 માર્ચના રોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના શેખપુર ગામની સીમમાં નહેરની બાજુમાં આવેલ રસ્તા પરથી તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાયેલ અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પુરાવા નાશ કરવા મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો. આ બનાવની તપાસ સુરત ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચની ટીમને સોપવામાં આવી હતી દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે શેખપુર ગામે જે અજાણ્યા યુવાનની હત્યા કરવામાં આવી હતી તે યુવાન સૌરાષ્ટ્રના સોમનાથ જિલ્લાના હદમળિયા ગામનો વિજય  દેસાણી છે અને જેની હત્યા સાયણ ગામે મહાદેવધામ સોસાયટીમાં રહેતા ભરત કુકડિયાએ કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ભરત કુકડિયાને દબોચી લઈ કડક પૂછપરછ કરતાં ચોંકાવારો ખુલાસો થયો હતો. 

ભરત કુકડિયા સાયણ ગામે પોતાના મકાનમાં દેહવ્યાપારનો વેપલો કરતો હતો જ્યાં બે વર્ષ અગાઉ રીયા નામની યુવતી દેહવ્યાપાર કરવા માટે આવી હતી. જેને મૃતક વિજય દેસાણિ ઓળખતો હોય જે પોતે પત્રકાર હોવાનું જણાવી રીયા પાસે અવર નવાર રૂપિયા લેતો હતો જેમાં રીયા અને વિજય વચ્ચે ઝગડો થતાં રીયા વતન જતી રહી હતી. વિજય ભરત કુકડિયા પાસે પત્રકાર હોવાની ઓળખ આપી અવાર નવાર રૂપિયા પડાવતો હતો.જેનાથી ત્રાસી ભરતે વિજયની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.

ગત 8 માર્ચના રોજ વિજયે ભરતને ફોન કરી તેના રૂમ પર બોલાવ્યો હતો અને પ્લાન મુજબ ઠંડા પાણીમાં ઘેનની દવા પીવડાવ્યા બાદ છરીના ઘા મારી તેની હત્યા કરી દીધી હતી ત્યારબાદ વિજયનો મૃતદેહ એક કારમાં મૂકી શેખપુર ગામે લઈ જઈ તેના ઉપર ડીઝલ નાંખી મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો હતો આ ગુનામાં ભરતે કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ કિશોરોની મદદ લીધી હોય પોલીસે તમામને ઝડપી પાડ્યા હતા.

હત્યા બાદ પુરાવા નાશ કરવા માટે રૂમમાં કલર કરાવી નાંખ્યો હતો અને જે બેડ અને સેટી ઉપર લોહીના છાંટા ઊડ્યાં હતા તે બેડ અને સેટી તેમજ ગાદલાં તેણે સળગાવી દીધા હતા આ ઉપરાંત હથિયારો પણ અવાવરુ જગ્યાએ નહેરના પાણીમાં ફેંકી દીધા હતા.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગઝલ સંસ્કાર કાર્યશાળા યોજાઈ,સાહિત્ય રસિકો, કવિઓ અને ગઝલકારો રહ્યા ઉપસ્થિત

બુધ કવિસભા ભરૂચ, મયુરી ફાઉન્ડેશન વડોદરા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે "ગઝલ સંસ્કાર" કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું..

New Update
  • ગઝલ સંસ્કાર કાર્યશાળાનું કરાયું આયોજન

  • જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરાયું આયોજન

  • સાહિત્ય રસિકોકવિઓ અને ગઝલકારોએ લીધો ભાગ

  • ગઝલના ઇતિહાસ સહિતની રસપ્રદ માહિતની કરાઈ રજૂઆત

  • ગઝલના રેખાચિત્રોનું આલેખન પદ્ધતિનું અપાયું માર્ગદર્શન

  • અરબીફારસી છંદોના ગુજરાતી નામકરણની કરાઈ છણાવટ 

ભરૂચ ભોલાવ ખાતેની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના સુંદર પરિસર ખાતે તારીખ 27 જુલાઈ રવિવારના રોજ બુધ કવિસભા ભરૂચમયુરી ફાઉન્ડેશન વડોદરા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે "ગઝલ સંસ્કાર" કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય વક્તા તરીકે સંસ્કારી નગરી વડોદરાના સુપ્રસિધ્ધ ગઝલકાર કવિ મકરંદ મુસળે હાજર રહ્યા હતા. સદર કાર્યશાળામાં ગઝલની ઉત્પતિગઝલનો ઈતિહાસતેમજ ગઝલ વિશેના એકમ ઘટકો ગણછંદલય વિગેરેની વિસ્તૃત માહિતી મલ્ટી મિડિયા પ્રોજેક્ટરના ઉપયોગ સાથે મોટા સ્ક્રીન પર પૂરી પાડવામાં આવી હતી.

તદુપરાંતસાહિત્ય જગતમાં પ્રથમવાર ગઝલના નવીનતમ આયામો જેવા કેગઝલના અરબીફારસી છંદોનું ગુજરાતી નામકરણ તેમજ ગઝલના લગાત્મક સ્વરૂપોના સંદર્ભ રેખાચિત્રો (ગ્રાફ) નું આલેખન પદ્ધતિ પણ શીખવવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં જતીન પરમારે'કાર્યશાળાના ઉદેશ્યમુખ્ય વક્તા કવિ મકરંદ મુસળે નો પરિચય આપી સફળ સંચાલન કર્યું હતું. જ્યારે પ્રમોદ પંડ્યાએ બુધ કવિ સભાનો છેલ્લા ત્રણ વર્ષનો સાતત્યસભર ઇતિહાસ અને સાહિત્ય ક્ષેત્રે કરેલ વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ આપી બુધ કવિ સભાને એક આગવી ઓળખ આપી હતી. બુધ કવિ સભાના કવિ કમલેશ ચૌધરીએ મકરંદ મુસળેનું તેમજ કવયિત્રી હેતલ ચૌધરીએ મયુરી ફાઉન્ડેશનના ધ્રુવ જોશીનું પુષ્પગુચ્છથી અભિવાદન કરી સન્માનિત કર્યા હતા.જ્યારે શ્રીમતી હેમાક્ષી શાહ અને શ્રીમતી હેતલબેન ચૌધરીએ કાર્યશાળા માટે આધારરૂપ વહીવટી જવાબદારી નિભાવી હતી. કાર્યક્રમના અંતમાં કવિ પ્રધુમન ખાચરે આગવી છટામાં આભારવિધિ કરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

બુધ કવિ સભાના ફાઉન્ડર મેમ્બર બ્રીજ પાઠકે ઉમેર્યું હતું કે દરેક બુધ કવિ સભામાં અમે સુપ્રસિદ્ધ કવિઓને અમારી સાથે ઓનલાઈન માધ્યમ દ્વારા સાંકળીએ છીએ ઉપરાંત મયુરી ફાઉન્ડેશન વડોદરા દ્વારા આ "ગઝલ સંસ્કાર" કાર્યશાળા માટેની સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણ આર્થિક સહયોગ સાંપડ્યો હતો.જે માટે સંસ્થા ઋણી છે. જ્યારે પ્રતિસાદરૂપે ધ્રુવ જોશી દ્વારા બુધ કવિ સભાના સંયુક્ત ગઝલ સંગ્રહના પુસ્તક તૈયાર કરવા આહવાન કરી આર્થિક સહાયની કરેલ આગોતરી જાહેરાતની વાતને પ્રોત્સાહક બળ તરીકે નોંધવામાં આવી હતી.

આ નવીનતમ "ગઝલ સંસ્કાર" કાર્યશાળામાં સમગ્ર ગુજરાતમાંથી ભરૂચઅંકલેશ્વર,વડોદરાસુરતવાપીતેમજ અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં સાહિત્ય રસિકોકવિઓ અને ગઝલકારોએ ઉમળકાભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે બુધ કવિ સભાએ  આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Latest Stories