New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-8.jpg)
સુરત મહાનગર પાલિકા દ્વારા લોકો ના સ્વાસ્થ્ય ને નુકશાન કરતી કારબાઈટ વળી કેરી પર અંકુશ લાવવા ફરી એકવાર કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે 350 કિલો કારબાઈટ કેરી જપ્ત કરાઈ છે.
સુરત શહેરના સરદાર માર્કેટ પાસે આવેલા ફ્રુટ માર્કેટ માં પાલિકાની ફૂડ વિભાગની ટિમ દ્વારા રેડ કરવામાં આવી હતી. ચેકીંગ દરમ્યાન 40 કિલો કરતા પણ વધુ કારબાઈટનો જથ્થો માલી આવ્યો હતો. અધિકારીઓ દ્વારા 350 કિલો કરતા વધુ કારબાઈટ થી પકવેલી કેરીના જથ્થાનો નાશ કારવામાં આવ્યો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા આવા તત્વો સામે કડક કાર્યવાહી ન સંકેત પાલિકા ના અધિકારીઓ આપ્યા હતા.