New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/18153808/maxresdefault-215.jpg)
સુરતના લીંબાયત પોલીસે જપ્ત કરાયેલ વાહનોના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આગમાં છ જેટલા બાઇક બળીને ખાખ થઈ ગઇ હતી. ફાયર બ્રિગેડની ટીમે અન્ય વાહનોને હટાવી લેતાં વધુ નુકશાન થતાં અટકયું હતું.
લીંબાયતના લાલ બિલ્ડીંગ ખાતે આવેલ લીંબાયત પોલીસના ગોડાઉનમાં આગ લાગી હતી. ગોડાઉનમાં પોલીસે અલગ અલગ ગુનામાં જપ્ત કરવામાં આવેલ વાહનો રાખવામાં આવ્યાં છે. ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં છ જેટલી બાઇક ચપેટમાં આવી ગઇ હતી.ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ પર કાબુ મેળવી લીધો હતો. આગના પગલે સ્થાનિકો પણ ભયભીત થઈ ગયા હતાં. ગોડાઉનમાં આગ લાગવાના કારણોની તપાસ પોલીસે શરૂ કરી છે.