Connect Gujarat
ગુજરાત

સુરત : સચિન તેંડુલકરની ફરારી કારમાં 17 વર્ષીય સ્તુતિ શાહ દીક્ષા મુહૂર્ત કાઢવા નીકળી

સુરત : સચિન તેંડુલકરની ફરારી કારમાં 17 વર્ષીય સ્તુતિ શાહ દીક્ષા મુહૂર્ત કાઢવા નીકળી
X

દિક્ષાનગરી સુરતમાં આજે વધુ એક દીકરીએ સંયમનો માર્ગ પસંદ કર્યો હતો. સુરતમાં પ્રિન્ટિંગ પ્રેસનું કામ કરતા અને જમીન દલાલી સાથે સંકળાયેલા સુરેશ શાહની મોટી દીકરી 17 વર્ષીય સ્તુતિ શાહ આજે તેનું દિક્ષા મુહૂર્ત લેવા ફરારી કાર લઈને નીકળી હતી. લાલ રંગની આ ફરારી કાર ક્રિકેટર સચિન તેંડુલકરની છે, જે સુરતના જ એક બિઝનેસમેન દ્વારા ખરીદવામાં આવી હતી. આ ફરારી કારમાં સ્તુતિ શાહનો દિક્ષા મુહૂર્ત માટે શોભાયાત્રા નીકળી હતી.

સ્તુતિ શાહે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. તે નૃત્યની શોખીન છે. રાજ્ય કક્ષાએ તેણીએ ડાન્સમાં અનેક સિદ્ધિઓ પણ મેળવી છે. વર્ષ 2017ના તેણી મહારાજ સાહેબના સંપર્કમાં આવી હતી, અને ત્યારથી તેણીએ દીક્ષા લેવાનો સંકલ્પ લીધો હતો. જૈન સમુદાયમાં પવિત્ર ચાતુર્માસના આરંભ સાથે જ વિવિધ સંઘો અને ઉપાશ્રયોમાં તપ અને સાધનાનો દોર જોવા મળી રહ્યો છે, ત્યારે આજે સંયમના માર્ગે ઉત્સાહ સાથે આજે સ્તુતિ શાહનો દિક્ષા મુહૂર્તની શોભાયાત્રા નીકળી હતી.આગામી 26 ફેબ્રુઆરીએ સ્તુતિ શાહ દિક્ષાગ્રહણ કરશે.

Next Story