Connect Gujarat
સુરત 

સુરત: લોકડાઉન બાદ કાપડ માર્કેટમાં તેજીના એંધાણ

કોરોનાના કહેરના કારણે સુરતના કાપડ માર્કેટનો ધંધો ઠપ્પ થઇ ગયો હતો જોકે હાલમાં નજીકના દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે

X

કોરોનાના કહેરના કારણે સુરતના કાપડ માર્કેટનો ધંધો ઠપ્પ થઇ ગયો હતો જોકે હાલમાં નજીકના દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે અન્ય રાજ્યોમાંથી ખરીદી કરવા આવતા વેપારીઓએ ઓનલાઈન ઓર્ડર નોંધાવે છે જેને લઇને ધંધામા તેજીનાં એંધાણ વર્તાઇ રહ્યા છે..

સુરતમાં કોરોનાની પહેલી અને બીજી લહેરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનના પગલે અનેક વેપાર ધંધાને માઠી અસર પહોંચી છે સુરતના કાપડ બજારમાં પણ કોરોના કહેરને લઈને મંદીનો માહોલ ફેલાતા વેપારીઓને મોટું નુકસાન થયું હતું. ખાસ કરીને તહેવાર નજીક આવતા કાપડ વેપારીઓમાં ખરીદીની આશા વધી જાય છે આ ઉપરાંત અન્ય રાજ્યના તહેવારોમાં પણ સુરતના કાપડ માર્કેટમાંથી કરોડો રૂપિયાનો વેપાર ધંધો થતો હોય છે.જો કે કોરોનાની ત્રીજી લહેરના ભયના કારણે અન્ય રાજ્યોમાંથી ખરીદી માટે આવતા વેપારીઓ ઓર્ડર માટે આવી રહ્યા નથી જો કોરોનાની પહેલી લહેરની વાત કરવામાં આવે તો માર્ચથી જુલાઈ સુધીમાં કાપડ માર્કેટમાં ધંધો થઇ ગયો હતો ત્યારબાદ તહેવારોની સિઝન શરૂ થતા પરી ખરીદી નીકળી હતી જોકે તે સમયે ઓનલાઇન ખરીદી માત્ર 10 થી 15 ટકા હતી પરંતુ હાલના કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેરની સંભાવનાના પગલે અન્ય પ્રદેશમાં વેપારીઓ દ્વારા ઓનલાઇન ખરીદી કરાઈ રહે કે જેને લઈને હાલમાં ખરીદી ૨૫ ટકા જેટલી વધી છે જેને લઇને વેપારીઓમાં ધંધામાં તેજીની આશા વધી છે નજીકના દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તહેવારોમાં ખરીદી વધવાના કારણે ઘણા સમય બાદ કાપડ ઉદ્યોગમાં ફરી તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે

Next Story