Connect Gujarat
સુરત 

સુરત : બાર ડાન્સરના ઠુમકા, નોટોનો વરસાદ, જુઓ વાયરલ થયેલો વિડીયો

X

સુરતમાં બાર ડાન્સરની સાથે યુવાનોએ પણ ઠુમકા લગાવી ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હોવાનો વિડીયો વાયરલ થતાં પોલીસનું નાક કપાયું છે. અઠવા પોલીસ સ્ટેશનથી નજીવા અંતરે યોજાયેલી પાર્ટીનો વિડીયો વાયરલ થયો છે.સુરતમાં રાત્રિ કરફયુ અને પોલીસ કમિશનરના જાહેરનામાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે.

ભાગાતળાવ ખાતે બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સર બોલાવી ટપોરી તત્ત્વોએ ઠૂમકા મારવા સાથે ચલણી નોટોનો પણ વરસાદ કર્યો હતો. અઠવા પોલીસ સ્ટેશનના થોડા અંતરે જ જન્મદિવસ ઉજવણીમાં નામે થયેલા આ તાયફામાં કોવિડ ગાઇડ લાઇન્સના ધજાગરા ઊડ્યા હતા. રાજયમાં કોવીડ ગાઇડલાઇન મુજબ જાહેરમાં જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ છતાં પોલીસનો ડર રાખ્યાં સિવાય બર્થડેની ઉજવણી કરાય હતી અને તેમાં બાર ડાન્સરો પણ બોલાવવામાં આવી હતી. વાયરલ થયેલાં વિડીયોમાં મૈં હું ડોન, તમંચે પે ડિસ્કો, એક દો તીન ચાર વગેરે જેવાં બોલિવૂડનાં ગીતો સ્થાનિક યુવકો બાર ડાન્સર સાથે ઠુમકા લગાવતા નજરે પડે છે. શરમ નેવે મૂકી યુવકો બાર ડાન્સર પર ચલણી નોટો ઉડાવતા પણ વીડિયોમાં નજરે પડે છે. આ વીડિયો કથિત રીતે ભાગાતળાવના સિંધીવાડનો છે અને પાંચેક દિવસ પહેલાં એક છોકરીના જન્મદિવસ નિમિત્તે અહીં મોટો સ્ટેજ બાંધી સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો. વીડિયોમાં ઠુમકા મારતા સુકરી અને મીંડી ગેંગના સભ્યો નજરે પડે છે, સાથોસાથ રુસ્તમપુરાનો નામચીન જાફર ગોલ્ડન પણ આ વીડિયોમાં દેખાય છે. વિડીયો વાયરલ થયાં બાદ પોલીસ પણ એકશનમાં આવી છે અને છ જેટલા લોકોને પુછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યાં છે.

Next Story