Connect Gujarat
સુરત 

સુરત: વરસાદ ખેંચાતા સોયાબીનની ખેતી કરતાં ખેડૂતો મુશ્કેલીમાં, સરકાર પાસે વળતરની માંગ

ખેડૂતોનો ઊભો પાક તૈયાર છે અને પાકમાં જીવાતો પડી જતાં ખેડૂતોનો તમામ પાક નષ્ટ થયો છે.ખૂબ સારી આશાએ ખેડૂતોએ પાકની વાવણી કરી હતી

X

સુરત જીલ્લામાં વરસાદ પાછો ખેંચાતા ધરતીના તાતની હાલત કફોડી બની છે ત્યારે માંગરોળમાં સોયાબીનની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જગતનો તાત પહેલીથી જ મુશ્કેલીઓનો સામનો કરતો આવ્યો છે ત્યારે જાણે ખેડૂતોની મુશ્કેલી ઓછી હોય તેમ સુરત જિલ્લાના ખેડૂતો ઉપર એક મોટી આફત આવી પડી છે..જી..હા..સુરત જિલ્લાના ખેડૂતોની હાલત દયનીય બની છે જેનું કારણ છે વરસાદનો વિરામ,વરસાદે વિરામ લેતાં માંગરોળ તાલુકાના ખેડૂતો મહામુશ્કેલીમાં મુકાયા છે.

ખેડૂતોએ સારા વરસાદની આશાએ સોયાબીનના પાકની વાવણી કરી હતી ત્યારે હાલ ખેડૂતોનો ઊભો પાક તૈયાર છે અને પાકમાં જીવાતો પડી જતાં ખેડૂતોનો તમામ પાક નષ્ટ થયો છે.ખૂબ સારી આશાએ ખેડૂતોએ પાકની વાવણી કરી હતી પરંતુ ચાલુ વર્ષે સારો વરસાદ ન પડતાં ખેડૂતોના ઊભા પાકમાં જીવાતો પડી જતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાઈ ગયો છે.

હાલતો વરસાદ ન વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છેં કારણ કે વિવિધ પાકોમાં જીવાતનો ઉપદ્રવ વધી રહ્યો છેં જેને લઈ પાકો પર માઠી અસર જોવા મળી રહી છેં અને ઉત્પાદન ઘટતા ખેડૂતો પણ ચિંતિત બની રહ્યા છેં ત્યારે હાલ તૉ ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારમાં શેરડીના પાકોમાં સફેદ માખીનો ઉપદ્રવ છેં તૉ બીજી તરફ માંગરોળ તાલુકામાં સોયાબીન ના પાકમાં ઈયર નો ઉપદ્રવ જોવા મળી રહ્યો છેં.

Next Story