Connect Gujarat
સુરત 

સુરત : SPB હોલ ખાતે રમત-ગમત અધિકારીની ઉપસ્થિતમાં મેરા ગાંવ મેરા ધરોહર તાલીમ અપાઈ

સુરત SPB હોલ ખાતે જિલ્લાના રમત-ગમત અધિકારી ની ઉપસ્થિતમાં કોમન સર્વિસ સેન્ટરનાં ડિસ્ટ્રિક્ટ મેનેજર દ્વારા નવો પ્રોજેક્ટ મેરા ગાંવ મેરા ધરોહર માટેની તાલીમ આપવામાં આવી હતી

સુરત : SPB હોલ ખાતે રમત-ગમત અધિકારીની ઉપસ્થિતમાં મેરા ગાંવ મેરા ધરોહર તાલીમ અપાઈ
X

સુરત SPB હોલ ખાતે જિલ્લાના રમત-ગમત અધિકારી ની ઉપસ્થિતમાં કોમન સર્વિસ સેન્ટરનાં ડિસ્ટ્રિક્ટ મેનેજર દ્વારા નવો પ્રોજેક્ટ મેરા ગાંવ મેરા ધરોહર માટેની તાલીમ આપવામાં આવી હતી જેમાં સુરતના કોમન સર્વિસ સેન્ટર ધરાવતા તમામ વી. એલ. ઇઓ એ હાજરી આપી હતી પ્રોગ્રામમાં ડિસ્ટ્રિક્ટ મેનેજર દ્વારા ગ્રામ્ય કક્ષાના CSC ઓપરેટરોની તાલીમ લેવામાં આવી હતી.

ડિસ્ટ્રિક્ટ મેનેજર તુષાર બેલડીયાએ જણાવ્યા અનુસાર 'મેરા ગાંવ મેરી ધરોહર' પ્રોજેક્ટ એ ભારત સરકારના માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય અને CSC કોમન સર્વિસ સેન્ટરના એમ બન્નેનાં સંયુક્તથી સુરત જિલ્લાના તમામ ગામોની સાંસ્કૃતિક માહિતીનો સર્વે કોમન સર્વિસ સેન્ટરના સંચાલકો દ્વારા કરવામાં આવશે આ કામ દેશમાં પહેલીવાર થઈ રહ્યું છે. જેને 'મેરા ગાંવ મેરી ધરોહર' નામ આપવામાં આવ્યું છે. સાંસ્કૃતિક વારસો મેરા ગાંવ મેરી ધરોહર ઓળખાશે અને સાંસ્કૃતિક શબ્દનો સીધો અર્થ એ થાય છે કે જેમાં કંઈક વિશેષ છે અથવા તે જૂની છે, સરકાર તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે. જેમાં ગામના નાગરિકોના સહકારથી ગામ, બ્લોક, જિલ્લો શું વિશેષ બનાવે છે તેની વિશેષતા નોંધવામાં આવશે. જેની સંપૂર્ણ વિગત જિલ્લાના કોમન સર્વિસ સેન્ટરના વિ. એલ. ઈ. દ્વારા ફોટા, વીડિયો અને તેને લગતી.

સંપૂર્ણ માહિતી પણ અપલોડ કરવામાં આવશે csc આવી બધી વસ્તુઓને એકત્ર કરવા અને આ બાબતોનાં તમામ સંચાલક ને મોબાઈલ એપ દ્વારા પ્રોજેક્ટમાં દાખલ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા રમત ગમત અધિકારી અને સી.એસ. સી ડિસ્ટ્રિક્ટ મેનેજર તુષાર બેલડિયા, ચિરાગ વરિયા અને કુણાલ તરસરીયા દ્વારા તાલીમ આપવામાં આવેલ હતી.

Next Story