Connect Gujarat
સુરત 

સુરત : બાળકીનું અપહરણ કરનાર મહિલા સહિત પ્રેમીની પોલીસે કરી ધરપકડ, વાંચો વધુ..!

સુરત : બાળકીનું અપહરણ કરનાર મહિલા સહિત પ્રેમીની પોલીસે કરી ધરપકડ, વાંચો વધુ..!
X

સુરત શહેરના ખટોદરા વિસ્તારમાંથી અઢી વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરનાર મહિલા સહિત તેના પ્રેમીની પાંડેસરા ખાતે પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. મહિલા આરોપી બાળકીના પાડોશમાં રહેતી હતી અને તેણી બાળકીને દત્તક લેવા માંગતી હતી. એટલું જ નહીં, પરંતુ બાળકીને લઈને પ્રેમી સાથે ભાગી છૂટવાની ફિરાકમાં હતી. જોકે, તે પહેલા પોલીસે ઝડપી પાડી અઢી વર્ષની બાળકીને મુક્ત કરાવી હતી.

મળતી માહિતી અનુસાર, ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલા ઇન્દિરાનગર ખાતે રહેતા પરિવારની અઢી વર્ષની બાળકીનું ગત શનિવારના રોજ ઘર નજીકથી અજાણ્યા ઇસમો દ્વારા અપહરણ કરાયું હતું. ઘટના બાદ ખટોદરા પોલીસ સહિત ડીસીબી, પીસીબી, એસઓજી ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. પોલીસે માત્ર 8 કલાકમાં બાળકીને પાંડેસરા ખાતેથી શોધી કાઢી મહિલા આરોપી સંગીતા ગુપ્તા અને તેના પ્રેમી રાઘવેન્દ્ર રાજપૂતને ઝડપી પાડ્યા હતા, જ્યારે બાળકીને મુક્ત કરાવી પરિવારને સોંપતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

જોકે, બાળકીને સુરક્ષિત રીતે પોલીસ દ્વારા શોધી કાઢતા બાળકીની માતાના આંખોમાંથી અશ્રુ સરી પડ્યા હતા. ખટોદરા પોલીસ પરિસરમાં જ બાળકીની માતા મહિલા કોન્સ્ટેબલના પગ તળે પડી ગઈ હતી, જ્યાં બાળકીની માતાએ પોલીસ સ્ટાફનો 2 હાથ જોડી આભાર વ્યક્ત કરતા પોલીસ મથકમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ ઝડપી પાડવામાં આવેલ મહિલા આરોપી સહિત તેના પ્રેમીની પુછપરછમાં ચોંકાવનારી બાબત સામે આવતા પોલીસ પણ ચોંકી હતી. મહિલા આરોપી બાળકીની પાડોશમાં રહેતી હતી અને તેણીને દત્તક લેવા માંગતી હતી, જ્યાં બાળકીને લઈ પોતાના પ્રેમી સાથે ભાગી છૂટવાનો પ્લાન બનાવ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story