Connect Gujarat
સુરત 

સુરત : ભેસ્તાનમાં ગેરકાયદેસર રીતે અનાજનો સંગ્રહ કરેલો જથ્થો મળ્યો હોવાની બૂમો ઉઠી..!

શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર 37,38 અને 39માં ગેરકાયદેસર રીતે અનાજની ગુણોનો સંગ્રહ કરાયેલો જથ્થો મળી આવ્યો હતો.

સુરત : ભેસ્તાનમાં ગેરકાયદેસર રીતે અનાજનો સંગ્રહ કરેલો જથ્થો મળ્યો હોવાની બૂમો ઉઠી..!
X

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલી પાલિકાની દુકાનમાં ગેરકાયદે કબજો કરી લેવામાં આવ્યો હતો. તેમજ દુકાનની અંદરથી તપાસ કરતા અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ બનાવને લઈને મનપાની ટીમ અને પુરવઠા વિભાગ દોડતું થયું છે. જોકે, અનાજ સરકારી છે કે, કેમ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ભેસ્તાનમાં મનપાના શોપિંગ સેન્ટરમાં ગેરકાયદે પ્રવુતિની ફરિયાદ મળ્યા બાદ સ્પોટ વિઝીટ કરાય હતી.

જેમાં શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર 37,38 અને 39માં ગેરકાયદેસર રીતે અનાજની ગુણોનો સંગ્રહ કરાયેલો જથ્થો મળી આવ્યો હતો. એસઆરપી અને સિક્યુરીટીની મદદથી દબાણ ખાતાએ અહીંથી ઘઉં, ચોખા અમે મીઠાની ૩૦૦ ગુણ જપ્ત કરી દુકાનો સીલ કરી હતી. આ દુકાનોમાં આ જથ્થો કોનો છે, આ સરકારી અનાજ છે કે, કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ આ મામલે પુરવઠા વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ પાલિકાએ શોપિંગ સેન્ટરમાં સિક્યુરીટી ગાર્ડ તૈનાત કરી દીધા હતા.

આપ પાર્ટીના સહ સંગઠન મંત્રીએ જણાવ્યું હતું કે, મનપાના શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનોમાં ગેરકાયદેસર કબજો કરી દુકાનમાં અનાજનો જત્થો સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો. આ અંગે માહિતી મળતા ફરિયાદ કરાઈ હતી. સરકારી અનાજ જ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક દુકાન દાર દ્વારા આ જથ્થો જનતાને ન વહેચી કાળાબજારી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગરીબોના હક્કનું અનાજ બારોબાર સગેવગે થતું હોવાની અનેક ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે પુરવઠા વિભાગ અહી ફરી એક વખત ઊંઘતું ઝડપાયું છે. આ મામલે તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ પણ બહાર આવી શકે તેમ છે. તો બીજી તરફ મનપાના જ શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર કબજો કરે અને પાલિકાના સ્ટાફને જ ખબર ન પડે તે શક્ય ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Next Story