ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયાને ફટકો, આ સ્ટાર ખેલાડીએ અચાનક ODIમાંથી નિવૃત્તિ લીધી
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માર્કસ સ્ટોઇનિસે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેશે નહીં. જોકે, તે T20 ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયન ટીમ માટે રમવાનું ચાલુ રાખશે.