Connect Gujarat
ટેકનોલોજી

OnePlus 10Rનું સ્પેસિફિકેશન લીક, મળશે શાનદાર ફીચર

OnePlus 10R સ્માર્ટફોન વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં લોન્ચ થઈ શકે છે.

OnePlus 10Rનું સ્પેસિફિકેશન લીક, મળશે શાનદાર ફીચર
X

OnePlus 10R સ્માર્ટફોન વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં લોન્ચ થઈ શકે છે.અહેવાલો અનુસાર બ્રાન્ડ આગામી ક્વાર્ટરમાં તેને ચીનમાં લોન્ચ કરશે. આ હેન્ડસેટમાં MediaTek Dimensity 9000 પ્રોસેસર મળી શકે છે. આ સાથે ફોનની રેમ અને સ્ટોરેજ વિશે પણ માહિતી સામે આવી છે. જાણો OnePlusના આવનારા સ્માર્ટફોનમાં શું ખાસ હશે.

એન્ડ્રોઇડ સેન્ટ્રલના રિપોર્ટ અનુસાર OnePlus 10Rમાં MediaTek Dimensity 9000 ચિપસેટ મળી શકે છે. આ હેન્ડસેટ ઓછામાં ઓછી 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવશે. ફોનમાં AMOLED ડિસ્પ્લે મળશે જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવશે. આ બ્રાન્ડનો ફોન OnePlusના અન્ય R-સિરીઝ ફોનની જેમ જ એશિયન માર્કેટમાં ઉપલબ્ધ થશે. આ શ્રેણીમાં કંપનીએ અગાઉ OnePlus 9R અને OnePlus 9RT લોન્ચ કર્યું છે. કંપની OnePlus 10 માં MediaTek ડાયમેન્શન 9000 SoC પ્રદાન કરશે નહીં. આ ફોન ઉત્તર અમેરિકામાં પણ લોન્ચ થવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે MediaTek Dimensity 9000 પ્રોસેસરનું કોર કન્ફિગરેશન Qualcomm Snapdragon 8 Gen 1 જેવું જ છે. તેમાં સબ-6 5G બેન્ડ ઉપલબ્ધ છે પરંતુ mmWave 5G કનેક્ટિવિટી ઉપલબ્ધ નથી. જો કે આ સુવિધા Qualcomm પ્રોસેસર્સમાં ઉપલબ્ધ છે.OnePlus 10Rનું સ્પેસિફિકેશન લીક, મળશે શાનદાર ફીચર

Next Story