Connect Gujarat
ટેકનોલોજી

સોનીનું નવું પ્રીમિયમ સ્માર્ટ ટીવી ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત.!

સોનીએ ભારતમાં તેનું નવું પ્રીમિયમ સ્માર્ટ ટીવી Sony BRAVIA XR X95K 85 ઇંચ 4K Mini LED લોન્ચ કર્યું છે.

સોનીનું નવું પ્રીમિયમ સ્માર્ટ ટીવી ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત.!
X

સોનીએ ભારતમાં તેનું નવું પ્રીમિયમ સ્માર્ટ ટીવી Sony BRAVIA XR X95K 85 ઇંચ 4K Mini LED લોન્ચ કર્યું છે. કંપનીએ ગયા મહિને જ બે વધુ પ્રીમિયમ સ્માર્ટ ટીવી બ્રાવિયા XR A80K OLED અને Bravia XR A95K OLED રજૂ કર્યા હતા. આ ટીવી માત્ર એક વેરિઅન્ટ 85 ઈંચમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ટીવી કોગ્નિટિવ પ્રોસેસર XR સાથે આવે છે. જે LED સ્ક્રીનને સારી રીતે નિયંત્રિત કરી શકે છે. ટીવી 4K 120 fps અને વેરિયેબલ રિફ્રેશ રેટ સાથે ઓટો લો લેટન્સી મોડ, ઓટો HDR ટોન, ઓટો ગેમ મોડ અને સ્પેશિયલ ગેમિંગ મોડ જેવી સુવિધાઓ સાથે આવે છે.

Sony BRAVIA XR X95K કિંમત

Sony BRAVIA XR-85X95K Mini LED TV ભારતમાં રૂ.899,900 માં લોન્ચ કરવામાં આવ્યું છે. ટીવી સોની સેન્ટર્સ, રિટેલ સ્ટોર્સ તેમજ મુખ્ય ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી શકાય છે. આ ટીવી હાલમાં લોન્ચિંગ ઑફર્સમાં રૂ. 6,17,490માં ખરીદી શકાય છે.

Sony BRAVIA XR X95K સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

સોનીના આ 4K મિની ટીવીમાં 85-ઇંચની ડિસ્પ્લે છે, જે 4K 120 fpsને સપોર્ટ કરે છે. ટીવીમાં LED સ્ક્રીનને નિયંત્રિત કરવા માટે કોગ્નિટિવ પ્રોસેસર XR આપવામાં આવ્યું છે. Sony BRAVIA XR X95K ને કોગ્નિટિવ પ્રોસેસર XR, XR બેકલાઇટ માસ્ટર, એકોસ્ટિક સરફેસ ઓડિયો પ્લસ અને XR કોન્ટ્રાસ્ટ બૂસ્ટર 15 માટે પણ સપોર્ટ મળે છે. ટીવીમાં બ્રાઈટનેસ અને કલર જોવા માટે પણ સારો છે, સાથે જ અવાજ માટે એકોસ્ટિક સરફેસ ઓડિયો પ્લસ ટેક્નોલોજી પણ ઉપલબ્ધ છે.

Sony BRAVIA XR X95K ની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, ટીવી હાઇ ગ્લેર, ડીપ શેડો, વેરિયેબલ રિફ્રેશ રેટ, ઓટો HDR ટોન, HDR રીમાસ્ટર, XR સ્મૂથિંગ, ઓટો ગેમ મોડ અને સ્પેશિયલ ગેમિંગ મોડ સાથે ઓટો લો લેટન્સી મોડને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે આ ટીવીમાં HDMI 2.1 પોર્ટ પણ ઉપલબ્ધ છે.

Next Story