રેલ મુસાફરીમાં કોરોના પ્રોટોકોલની ફરીથી વાપસી થઈ છે. કોરોના સંક્રમણ વધતા રેલ્વે મુસાફરો હવે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે માસ્ક લગાવવું ફરજિયાત કરી દીધું છે. રેલવે બોર્ડના કાર્યકારી ડાયરેક્ટર નીરજ શર્મા પોતાના તમામ ઝોનના ચીફ કોમર્શિયલ મેનેજરને પત્ર લખીને બોર્ડના નિર્દેશથી વાકેફ કર્યા હતા. પત્રમાં કહેવાયુ છે કે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન માસ્ક લગાવવું ફરજિયાત છે. કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવે. રેલ્વેએ કહ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોવિડ ને લઈને એસઓપી 22 માર્ચ માં જાહેર કરવામાં આવી હતી, તેનું પાલન કરવામાં આવે. એટલું જ નહીં જો મુસાફર માસ્ક વગર મુસાફરી કરતા જોવા મળશે,
આ મુસાફરો પર દંડ ફટકારવામાં આવશે. લોકોને માસ્ક લગાવી રાખવા કહેવામાં આવ્યું છે. રેલવે બોર્ડે તમામ ટ્રેન અને સ્ટેશન પરિસરમાં મુસાફરોને માસ્ક લગાવવું ફરજિયાત કર્યું છે. કોરોનાના કેસો ઓછા થયા બાદ રેલ્વેએ માસ્કની અનિવાર્યતા હટાવી દીધી હતી. જે બાદ રેલ્વેમાં મુસાફર માસ્ક વગર જઈ શકતા હતા. તો વળી માસ્ક ઉપરાંત રેલ્વેમાં પહેલાની માફક પેન્ટ્રી અને બેડિંગ આપવાનો પણ નિર્ણય લીધો હતો. જો કે, દેશમાં હવે કોરોના ફરીથી વધી રહ્યો છે, ત્યારે ફરી એક વાર કોવિડ પ્રોટોકોલ વધી રહ્યા છે. આ જ ક્રમમાં માસ્ક પહેરીને મુસાફરી કરવાનું ફરજિયાત કર્યું છે