Connect Gujarat
ગુજરાત

વડોદરા: સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થતા ડ્રોન મારફતે દ્રશ્યો આવ્યા સામે

વડોદરા: સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થતા ડ્રોન મારફતે દ્રશ્યો આવ્યા સામે
X

વડોદરા શહેરમાં ત્રાટકેલા એક સાથે 20 ઇંચ વરસાદથી જલબંબકારની સ્થિતિ સર્જાઈ છે. 24 કલાક બાદ પણ પાણી ઓસરયા નથી અને સોસાયટીમાં પાણી ભરાઈ રહેવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરમાં ભરાયેલ વરસાદી પાણીથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરક થતાં શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. શહેરીજનોમાં ભયનો માહોલ સર્જાયો છે તેવામાં એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી અને ફાયરબ્રિગેડ ના કર્મીઓ સતત રાહત બચાવની કામગીરીમાં લાગ્યા છે. આજવા ડેમના દરવાજા ખોલ્યા હતા જેના પાણી શહેરમાં ભરાઈ આવતા કુદરતી આફત સર્જાઈ છે. તો વિશ્વામિત્રી નદી પણ બંને કાંઠે વહેતા પાણીનો નિકાલ સ્થગિત થઈ ગયો હતો. ત્યારે ગટર અને ડ્રેનેજ લાઇન માં થી પાણી બેક થતાં જળસંકટની સ્થિતિ જસનીતસ રહી હતી. ત્યારે આ કુદરતી આફતમાં ફાંસએલા લોકો માટે અલગ અલગ વિસ્તારમાં થી ખોરાક અને પાણીના પેકેટ સામાજિક સંસ્થાઓ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે. સરકારી તંત્ર સતત પાણીનું સંકટ દૂર કરવાના પ્રયાસમાં લાગી છે. હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતમાં અવિરત મેઘરાજા મહેરબાન થયા હતા. વરસાદના આગમનથી એક તરફ ખુશીનો માહોલ જોવાયો હતો. પરંતુ મેઘરાજા વધારે પડતાં મહેરબાન થતાં શહેર પર આફટના વાદળો તૂટી પડ્યા હતા. ટીવી સ્ક્રીન પર હાલ જોવાતા દ્રશ્યોમાં વડોદરા શહેરના વિસ્તારો પાણીમાં ડૂબેલા નજરે પડી રહ્યા છે. આખું શહેર પાણી પાણી થયું છે તેવામાં મકાન, દુકાન સહિત સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. કેટલાક સ્થળોએ 6 થી 7 ફૂટ પાણી ભરાઈ ગયા છે જેની માઠી અસર વિસ્તારના રહીશો પર પડી છે. દિનચર્યાની સામગ્રી ખરીદવા સહિત મુશ્કેલીઓ લોકો ભોગવી રહ્યા છે. એક તરફ શહેરની શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર થઈ રહી છે તો નોકરિયાત વર્ગ પણ બાકાત નથી અને જળસંકટ સામે જઝૂમી રહ્યો છે.

ત્યારે દ્રોણ મારફતે જોવાતા આ દ્રશ્યો શહેરમાં કેટલી હદે સંકટ તોળાઈ રહ્યું છે તે દર્શાવી રહ્યા છે.

Next Story