Connect Gujarat
ગુજરાત

વડોદરા: ડુપ્લિકેટ સર્ટી બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, બે ઝડપાયા

વડોદરા: ડુપ્લિકેટ સર્ટી બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, બે ઝડપાયા
X

૭૦૦ રૂપિયામાં ડમી CCC સર્ટીફિકેટ બનાવી આપતા હતા.

વડોદરામાંથી બોગસ CCC અને ITIના ડુપ્લિકેટ સર્ટીફિકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. આ ઘટનામાં પાણીગેટ પોલીસે ૨ આરોપીને ઝડપી પાડ્યા છે. અહીં છેલ્લા કેટલાંક સમયથી ઓલ ઈન્ડિયા ઈન્ફોટેકના નામે રાવપુરા વિસ્તારમાં સંસ્થા ચાલતી હતી.

આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, સરકારે સરકારી નોકરીઓમાં CCC અને ITI સર્ટી ફરજિયાત કર્યા હોવાથી ડુપ્લીકેટ સર્ટી બનાવવાનો ગોરખધંધો ખુબ ફાલ્યો છે. તેના ભાગરૂપે બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને ૨ આરોપીઓની ધરપકડ પણ કરી હતી.

આ આરોપીઓના નામ દિપક પટેલ અને હરેન્દ્રસિંહ ગોહિલ બતાવવામાં આવી રહ્યું છે. આ આરોપીઓ ૭૦૦ રૂપિયા લઈને સર્ટિફિકેટ બનાવતા હતા. તેમની પાસેથી પોલીસને ૧૪૨ જેટલા ડુપ્લિકેટ સર્ટિફિકેટ મેળવ્યા છે.

આ પહેલા પણ રાજ્યના ઘણા સ્થળે નકલી CCC સર્ટીફિકેટ બનાવવાના કૌભાંડ સામે આવ્યા છે ત્યારે આજરોજ વધુ એક કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં ઓલ ઈન્ડિયા ઈન્ફોટેકના નામે ચાલતી એક સંસ્થા પર પોલીસે દરોડા પાડીને બે લોકોની ધરપકડ કરી હતી. આ શખ્સો ૭૦૦ રૂપિયામાં ડમી CCC સર્ટીફિકેટ બનાવી આપતા હતા.

Next Story