વડોદરા: વી.આઈ.પી.કલ્ચર બાબતે સી.આર.પાટિલનું મોટું નિવેદન, "મંચ પરથી આ વસ્તુ હટાવો"

પાટીલે વડોદરાના મેયરની કામગીરીને ઢીલી ગણાવી છે તેમણે મેયરની કામગીરીને લઈને સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું કે

New Update

વડોદરામાં પાટીદાર ગ્લોબલ સમિટ પ્રમોશનલ કાર્યક્રમમાં સી.આર.પાટીલે વીઆઇપી કલ્ચરને લઇ ટકોર કરી. ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે મંચ પરથી ટકોર કરતા કહ્યું કે મંચ પર અગ્રણીઓના નામની પ્લેટ અને ખુરશીના મૂકો. જેમ ગાડી પરથી લાઈટો હટાવી તેમ હવે મંચ પરથી ખુરશીથી નેમ પ્લેટનું કલ્ચર હટાવો. ત્યારે આ દરમિયાન કાર્યક્રમમાં સી.આર.પાટીલનું સ્વાગત પણ મંચ નીચે કરાયું. અને કાર્યક્રમમાં મંચ પર કોઇ મહાનુભાવ પણ ન હતા બેઠા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે વડોદરાના મેયરની કામગીરીને ઢીલી ગણાવી છે તેમણે મેયરની કામગીરીને લઈને સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું કે મીટિંગો બંધ કરી, કામ શરૂ કરવાની શીખામણ આપી છે. મહત્વનું છે કે આગામી નવેમ્બર મહિનામાં વડોદરા મહાનગર આયોજન સમિતિની ચૂંટણી યોજાનાર છે, જેમાં 8મી નવેમ્બર સુધીમાં ફોર્મ ભરાનાર છે ત્યારે સી.આર.પાટીલે કાર્યકરો અને નેતાઓને કામગીરીમાં લાગી જવાની સલાહ આપી છે. 

Latest Stories