Connect Gujarat
વડોદરા 

વડોદરા: સયાજી હોસ્પિટલમાં કોરોના સહાય ફોર્મ મેળવવા લોકોની ભીડ ઉમટી,પ્રથમ દિવસે 100 ડેથ સર્ટી ઇશ્યૂ કરાયા

કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય આપવા માટેની કામગીરીનો આખરે વડોદરા શહેર જિલ્લામાં ધમધમાટ શરૂ થયો છે

X

કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય આપવા માટેની કામગીરીનો આખરે વડોદરા શહેર જિલ્લામાં ધમધમાટ શરૂ થયો છે ત્યારે પ્રથમ દિવસે સયાજી હોસ્પિટલમાંથી 100 જેટલા ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા

કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને આર્થિક સહાય આપવા માટેની કામગીરીનો ધમધમાટ વડોદરા શહેર - જિલ્લામાં ગુરુવારથી શરૂ થયો હતો . અર્બન હેલ્થ સેન્ટરમાં અને જિલ્લાની મામલતદાર કચેરીઓ ખાતે સહાય માટેના ફોર્મનું વિતરણ શરૂ થયું હતું . જ્યારે એસએસજી ખાતે ડેથ સર્ટિફિકેટ લેવા માટે આવાનારા લોકોની ભીડ ઉમટી પડી હતી . બીજી તરફ અર્બન હેલ્થ સેન્ટર્સના કર્મચારીઓને રોજના 25 કોલ કરીને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને બોલાવવાના આદેશો અપાયો છે .અન્ય શહેરોની સરખામણીમાં વડોદરામાં મોડે મોડે કોરોનાનામૃતકોની સહાય માટેના ફોર્મ નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોનાથી સત્તાવાર 623 મૃત્યુ નોંધાયા છે . યારે બિન સત્તાવાર આ આંકડો 3 હજારથી વધુ હોવાનું મનાય છે . એસએસજી હોસ્પિટલમાં સવારથી જ કોરોનાની સહાયનું ફોર્મ ભરવા માટે રેકર્ડ વિભાગમાં જરૂરી ડેથ સર્ટિફિકેટ લેવા લાઇનો લાગી હતી.આ તરફ સયાજી હોસ્પિટલમાંથી પ્રથમ દિવસે જ 100થી વધુ ડેથ સર્ટીફિકેટ ઇશ્યૂ કરાયા હતા

Next Story