Connect Gujarat
વડોદરા 

વડોદરા : શિનોર સ્થિત ગજાનંદ આશ્રમમાં નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી, ધાર્મિક કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા...

શિનોર સ્થિત નર્મદા તટે આવેલ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ગજાનંદ આશ્રમ ખાતે નર્મદા જયંતિ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

વડોદરા : શિનોર સ્થિત ગજાનંદ આશ્રમમાં નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી, ધાર્મિક કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા...
X

વડોદરા જિલ્લાના શિનોર સ્થિત નર્મદા તટે આવેલ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ગજાનંદ આશ્રમ ખાતે નર્મદા જયંતિ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

વડોદરા જિલ્લાના શિનોર ખાતે માઁ નર્મદા તટે આવેલ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ગજાનંદ આશ્રમ ખાતે નર્મદા જયંતિ નિમિતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ગજાનંદ આશ્રમ દ્વારા 2 હજાર કન્યાઓને ભોજન કરાવી દક્ષિણા આપવામાં આવી હતી. તેમજ માઁ નર્મદા નદીને 360 મીટરની ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ સંધ્યા સમયે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અનેક લોકોની આસ્થાનું પ્રતિક તેમજ ગાયકવાડી શાસન સમયમાં શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ગજાનંદ આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે નર્મદા જયંતિ નિમિત્તે માઁ નર્મદાનું પૂજન, દુગ્ધાભિષેક, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા.

Next Story