Connect Gujarat
વડોદરા 

વડોદરા : ફતેગંજના કાફેમાં ગટર સફાઈ મુદ્દે ટોળાએ મચાવ્યો હાહાકાર, લાડકીના સપાટા વાગતા 2 કર્મી લોહીલુહાણ..!

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા એક કાફેમાં ટોળા સફાઈ મુદ્દે 2 કર્મચારીઓને માર મારી ઇજા પહોચાડી જતી.

વડોદરા : ફતેગંજના કાફેમાં ગટર સફાઈ મુદ્દે ટોળાએ મચાવ્યો હાહાકાર, લાડકીના સપાટા વાગતા 2 કર્મી લોહીલુહાણ..!
X

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા એક કાફેમાં ટોળા સફાઈ મુદ્દે 2 કર્મચારીઓને માર મારી ઇજા પહોચાડી જતી. જે પૈકી એક કર્મચારીને લોહીલુહાણ હલાટમાં સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ, CCTV કેમેરામાં કેદ થયેલ હિંસક મારામારીના દ્રશ્યોના આધારે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં એમ્પોરિયમ બિલ્ડિંગમાં આવેલા ડગ ગાઉટ કાફેમાં ટોળાએ ઘૂસી જઈને તોડફોડ કરી હતી અને કાફેના 2 કર્મચારીઓને માર મારીને ઇજાગ્રસ્ત કર્યા હતા. જે પૈકી એક કર્મચારી લોહીલુહાણ થઈ ગયો હતો, જેથી તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. કાફેમાં તોડફોડ અને હિંસક મારામારીના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા. સમગ્ર મામલે સયાજીગંજ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ગોરવા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય સેજાજ યુસુફભાઈ ઘાંચીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ફતેગંજ વિસ્તારમાં આવેલા એમ્પોરિયમ બિલ્ડિંગમાં આવેલા ડગ ગાઉટ નામના કાફેમાં નોકરી કરું છું. ગત તા. 25 માર્ચના રોજ મારા મિત્ર અને ડગ આઉટ કાફેના મલિક રાહુલ પીતાંબર સેંદાણેને એમ્પોરિયમ બિલ્ડિંગની ગટરની માટે ફતેગંજ વિસ્તારમાં રહેતા સુભાષભાઈએ બોલાવ્યા હતા, અને તેઓએ ગટરની સાફ-સફાઈ કરવાના 2 હજાર રૂપિયા નક્કી કર્યા હતા, અને જે-તે સમયે સુભાષભાઈએ ગટરની સફાઈ કરતા તેઓને 2 હજાર રૂપિયા આપી દીધા હતા. ત્યારબાદ ગત તા. 31 માર્ચના રોજ આ ગટર ફરીથી ઉભરાઈ હોવાથી કાફેના માલિકે ગટર સાફ કરવા માટે સુભાષભાઈને બોલાવ્યા હતા. જેથી સુભાષભાઈને ગટર સાફ કરી હતી, અને રાહુલભાઈએ ફરીથી 300 રૂપિયા આપ્યા હતા. જોકે, એક એપ્રિલના રોજ હું કાફેના માલિક રાહુલભાઈ અને કાફેમાં નોકરી કરતા કાંતિભાઈ મકવાણા હાજર હતા. તે વખતે સાંજે 5:45 વાગ્યાની આસપાસ સુભાષભાઈ અને એક અજાણ્યો ઈસમ ફાકે પર આવ્યો હતો, અને રાહુલભાઈની પાસે 200 રૂપિયા માંગ્યા હતા, ત્યારે રાહુલભાઈએ તેઓને જણાવ્યું હતું કે, હવે તમને એક પણ રૂપિયો નહીં મળે, તેમ કહેતા સુભાષભાઈ અને તેની સાથે આવેલો ઈસમ ગમે તેમ ગંદી ગાળો બોલવા લાગ્યા હતા, અને ઝઘડો કરવા લાગ્યા હતા. એટલું જ નહીં, કાફે બંધ કરાવી દેવાની પણ ધમકી આપી, ત્યાંથી જતા રહ્યા હતા. જોકે, અડધો કલાક બાદ સુભાષભાઈ તથા બીજા 3થી 3 ઈસમો લાકડાના સપાટા સાથે ધસી આવ્યા હતા, અને કાફેમાં રાખેલા સરસામાનમાં તોડફોડ કરીને નુકસાન કરવા લાગ્યા હતા. જેથી રાહુલભાઈ અને કાર્તિકભાઈ મકવાણાએ નુકસાનની તોડફોડ રોકવા જતા આ ઈસમો પૈકી એક ઈસમ લાકડાનો સપાટો મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત કાર્તિક મકવાણાને પણ આવેલા ઈસમો પૈકી એક ઇસમે લાકડાના સપાટા વડે માર માર્યો હતો, જેથી તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ આ ઈસમો ભાગી ગયા હતા. જોકે, એક વ્યક્તિને માથાના ભાગે લોહી નીકળતું હોવાથી કાફેના માલીક રાહુલભાઈ અને કાર્તિક મકવાણાએ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ તો સયાજીગંજ પોલીસે સુભાષભાઈ અને બીજા 2થી 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story