Connect Gujarat
વડોદરા 

વડોદરા: ડભોઇ રોડ પર આવેલ કૃષ્ણનગરના રહીશોને પ્રાથમિક સુવિધાના અભાવે હાલાકી, ચૂંટણીના બહિષ્કારની ચીમકી

ડભોઇ રોડ ખાતે આવેલ કૃષ્ણનગરના રહીશોએ પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી ભારે સૂત્રોચ્ચાર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

X

વડોદરા શહેરના ડભોઇ રોડ ખાતે આવેલ કૃષ્ણનગરના રહીશોએ પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી ભારે સૂત્રોચ્ચાર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે પરંતુ આજે પણ શહેરમાં ચારે તરફ રોડ રસ્તા તથા પાણી ડ્રેનેજની ફરિયાદો ઉઠી રહી છે પરિણામે સ્માર્ટ સિટીના બિરુદ સામે સવાલો ઊભા થાય છે આ પરિસ્થિતિ વચ્ચે રવિવારે ડભોઇ રોડ ખાતે સોમા તળાવ બ્રિજ પાસે આવેલ કૃષ્ણનગરના રહીશોએ એકત્ર થઈ હાથમાં પ્લે કાર્ડ સાથે તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નારાજગી દર્શાવી હતી સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં 1800થી વધુ મકાનો છે તેમ છતાં વર્ષોથી વિસ્તાર વિકાસથી વંચિત રહ્યો છે ખાસ કરીને વરસાદી કાંસ ખુલ્લી હોવાના કારણે ગંદકી સાથે દુર્ઘટના પણ ઘટે છે.પીવાનું પાણી તથા ડ્રેનેજની પણ સમસ્યા છે. આ સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે

Next Story