Connect Gujarat
વડોદરા 

વડોદરા: સરકારી પેરા મેડિકલ પ્રવેશપ્રક્રિયામાં ફિજીયોથેરાપીની સરકારી કોલેજોમાં બાકી સીટ ભરવા ABVP દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયુ

કોરોનાકાળને કારણે પેરા મેડિકલની વર્ષ- 2021ની પ્રવેશપ્રક્રિયા વર્ષ -2022 એપ્રિલ માસમાં પૂર્ણ થઇ છે

વડોદરા: સરકારી પેરા મેડિકલ પ્રવેશપ્રક્રિયામાં ફિજીયોથેરાપીની સરકારી કોલેજોમાં બાકી સીટ ભરવા ABVP દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયુ
X

સરકારી પેરા મેડિકલ પ્રવેશપ્રક્રિયામાં ફિજીયોથેરાપીની સરકારી કોલેજોમાં બાકી રહેલી સીટો પરની પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવા બાબતે અખિલ ભારતીય વિધ્યાર્થી પરિષદ દ્વારા વડોદરા કલેક્ટરને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી.

કોરોનાકાળને કારણે પેરા મેડિકલની વર્ષ- 2021ની પ્રવેશપ્રક્રિયા વર્ષ -2022 એપ્રિલ માસમાં પૂર્ણ થઇ છે આટલા લાંબા સમય પછી પણ પેરા મેડિકલની પ્રવેશપ્રક્રિયા અડધેથી તરછોડાયેલી હોવાનું ધ્યાનમાં આવ્યું છે ફિજીયોથેરાપી અંતર્ગત સમગ્ર રાજ્યમાં કુલ પાંચ સરકારી કોલેજો પૈકી અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર તથા દાહોદ ખાતે આવેલ છે જેમાં કુલ 462 સરકારી સીટો પૈકી 404 સીટો પેરા મેડિકલ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ભરાયેલી છે બાકીની સીટો પર પ્રવેશ પ્રક્રિયા અટકાવવામાં આવી છે

જેના પરિણામે વિધ્યાર્થીઓનું ભાવિ સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં હોય તેવું જણાય છે સરકાર ખાનગી કોલેજોને વધુ મહત્વ આપતી હોય તેવું જણાય છેજ્યારે સરકારી કોલેજોને બાકી પડેલી સીટોને રાખીને વિધ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂક્યું છે ત્યારે અખિલ ભારતીય વિધ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ પેરા મેડિકલના વિધ્યાર્થીઓ સાથે વડોદરા કલેક્ટરને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી અને ખાલી પડેલી 70 જેટલી બેઠકો તાત્કાલિક ધોરણે ભરવાની માંગ સાથે વિધ્યાર્થીઓને ન્યાય મળે તેની રજૂઆત કરવામાં આવી હતી.

Next Story