Connect Gujarat
વડોદરા 

વડોદરા : હજુ પણ હજારો વર્ષ જૂની પદ્ધતિથી જ માટીના વાસણો બનાવે છે વરીયા કુંભારો...

ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ દ્વારા વડોદરામાં રાજા રવિ વર્મા સ્ટૂડિયો ખાતે વિશેષ વર્કશોપનું પ્રારંભ કરવામાં આવ્યો છે.

X

ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ દ્વારા વડોદરામાં રાજા રવિ વર્મા સ્ટૂડિયો ખાતે વિશેષ વર્કશોપનું પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં વરીયા કુંભારના કારીગરો રાઠવા આદિવાસીઓના જાતરના ઘોડાનું નિર્માણ કરી રહ્યા છે.

મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારોથી લઇને મધ્ય પ્રદેશ સુધી ફેલાયેલી રાઠવા જ્ઞાતિમાં દેવતાઓને માટીના ઘોડા ભેંટ ધરવાની હજારો વર્ષ જુની પરંપરા હજુ પણ યથાવત રહી છે. આ પરંપરા મુજબ માટીના ઘોડાઓ એટલે કે, રાઠવા આદિવાસીઓના 'જાતરના ઘોડા'ઓને વરીયા કુંભારો જ તૈયાર કરે છે. વરીયા કુંભારો હજુ પણ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર પ્રાચીન પધ્ધતિથી જ માટીના ઘોડાઓ સહિતની માટીના વિવિધ ઉત્પાદનો તૈયાર કરે છે. ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ દ્વારા વડોદરામાં રાજા રવિ વર્મા સ્ટૂડિયો ખાતે વરીયા કુંભારના 15 કારીગરોને બોલાવીને વિશેષ વર્કશોપનું પ્રારંભ કરવામાં આવ્યો છે. આઇઆઇટી ગાંધીનગરના આર્ટ ક્યૂરેટર અવની વરિયા કહે છે કે 'આમ તો પ્રજાપતિ (કુંભાર) સમાજ આખા ભારતમાં જોવા મળે છે. પરંતુ વિશિષ્ટ ડિઝાઇન અને કાર્ય પધ્ધતિના કારણે વરિયા કુંભારોની ઓળખ અલગ છે. વરિયા કુંભાર સમાજ મોટાભાગે વડોદરા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર અને જાબુવા વિસ્તારમાં સ્થાઇ થયો છે. આ એવા કારીગરો છે, જેમને હજુ સુધી ઓળખ મળી નથી. હાલમાં લગભગ 300થી 400 પરિવારો જ પરંપરાગત માટી કામ સાથે સંકળાયેલા છે.

Next Story