Connect Gujarat
સ્પોર્ટ્સ

અમેરિકાની ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સને મોટો ઝટકો: WTAના ટોપ 50 ખેલાડીઓની યાદીમાંથી બહાર

અમેરિકન મહિલા ટેનિસ દિગ્ગજ સેરેના વિલિયમ્સને નવા WTA રેન્કિંગમાં મોટો ઝટકો લાગ્યો છે.

અમેરિકાની ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સને મોટો ઝટકો: WTAના ટોપ 50 ખેલાડીઓની યાદીમાંથી બહાર
X

અમેરિકન મહિલા ટેનિસ દિગ્ગજ સેરેના વિલિયમ્સને નવા WTA રેન્કિંગમાં મોટો ઝટકો લાગ્યો છે. 2006 બાદ પ્રથમ વખત 40 વર્ષની સેરેના વિશ્વની ટોચની 50 ખેલાડીઓની યાદીમાંથી બહાર થઈ ગઈ છે. સોમવારે જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ મહિલા રેન્કિંગમાં સેરેનાને 12 સ્થાનનું નુકસાન થયું છે અને તે હવે 59માં સ્થાને સરકી ગઈ છે.

સેરેના, જેણે 23 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા હતા, ગયા વર્ષે 2021 માં માત્ર છ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને ઇજાને કારણે વિમ્બલ્ડનમાંથી પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગયા પછી એક પણ ટુર્નામેન્ટ રમી ન હતી. ઓસ્ટ્રેલિયાની સ્ટાર ખેલાડી એશલે બાર્ટી 7111 પોઈન્ટ સાથે ટોપ પર યથાવત છે. જ્યારે બેલારુસની એરેના સબાલેન્કા પણ બીજા સ્થાને રહી છે. આ બે ખેલાડીઓ ઉપરાંત સ્પેનની ગાર્બિન મુગુરુઝા, ચેક રિપબ્લિકની બાર્બોરા ક્રેજિકોવા અને કેરોલિના પ્લિસકોવા અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા નંબરે છે. સિડની ક્લાસિકની વિજેતા પૌલા બડોસા ત્રણ સ્થાન આગળ વધીને કારકિર્દીના ઉચ્ચ છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. 24 વર્ષીય સ્પેનની બડોસાએ ગયા વર્ષે 67 રેન્ક સાથે શરૂઆત કરી હતી અને ત્યારબાદ ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. આ સાથે જ એડિલેડ ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ જીતનાર અમેરિકાની મેડિસન કીઝે 36 સ્થાનની છલાંગ લગાવી છે અને તે હવે 51માં નંબર પર છે.

Next Story