Connect Gujarat
દુનિયા

તાઇવાન પ્રવાસ બાદ ચીને પેલોસીને કર્યા બ્લેક લિસ્ટ, ચીન આકરા પાણીએ..!

અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ સ્પીકર નેન્સી પેલોસી તાઈવાન પ્રવાસના ગણતરીના કલાકોની અંદર ચીને પોતાના 27 સૈન્ય વિમાન તાઈવાનના એર ડિફેન્સ ઝોનમાં મોકલી દીધા.

તાઇવાન પ્રવાસ બાદ ચીને પેલોસીને કર્યા બ્લેક લિસ્ટ, ચીન આકરા પાણીએ..!
X

અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ સ્પીકર નેન્સી પેલોસી તાઈવાન પ્રવાસના ગણતરીના કલાકોની અંદર ચીને પોતાના 27 સૈન્ય વિમાન તાઈવાનના એર ડિફેન્સ ઝોનમાં મોકલી દીધા. ત્યારબાદ બીજી મોટી કાર્યવાહી કરતાં ચીને અમેરિકા સંસદના સ્પીકર નેન્સી પેલોસી બ્લેકલિસ્ટેડ કરી નાખ્યા.

અમેરિકા સંસદ ના સ્પીકર નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસથી ચીન અને અમેરિકા વચ્ચે તંગદિલી વધી ગઈ છે. ચીનના મીડિયા દ્વારા અમેરિકા પર સતત પ્રહાર થઈ રહ્યા છે. આ બધા વચ્ચે ચાઈના ના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે તાઈવાનની આડમાં અમેરિકા તેને દબાવવાની કોશિશ કરી રહ્યું છે. અમેરિકા પાસે ચીનને દબાવવાનો દમ નથી એટલે તાઈવાન નો સહારો લઈ રહ્યું છે. બીજી બાજુ નેન્સી પેલોસીએ કહ્યું કે તેઓ લોકતંત્ર અને માનવ અધિકારની રક્ષા માટે કામ કરતા રહેશે. તાઈવાન થી દક્ષિણ કોરિયા પહોંચ્યા બાદ નેન્સી પેલોસી એ ટ્વીટ કરી તેમાં કહ્યું કે તાઈવાનની જનતા સાથે અમેરિકા ઊભું રહેશે, અમે લોકતંત્ર અને માનવાધિકારની રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. નેન્સી પેલોસી પર કાર્યવાહી કરતા પહેલા ચીને પેલોસીના તાઈવાન પ્રવાસ ના વિરોધમાં તાઈવાનની અનેક વસ્તુઓ અને ફળો સહિત અનેક ખાદ્ય પદાર્થોની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો. આ નિર્ણયથી તાઈવાનની અર્થવ્યવસ્થા પર અસર પડી શકે છે.

Next Story