Connect Gujarat
દુનિયા

તાઇવાન મુદ્દે યુદ્ધ જેવું સંકટ,વાંચો કયા બે દેશ આવ્યા ચીનના સમર્થનમાં

રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ 5 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. હજુ પણ યુદ્ધ ચાલુ છે. આ બધા વચ્ચે વધુ એક તણાવ ઊભો થયો છે.

તાઇવાન મુદ્દે યુદ્ધ જેવું સંકટ,વાંચો કયા બે દેશ આવ્યા ચીનના સમર્થનમાં
X

રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ 5 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. હજુ પણ યુદ્ધ ચાલુ છે. આ બધા વચ્ચે વધુ એક તણાવ ઊભો થયો છે.તાઈવાન મુદ્દે ચીન અને અમેરિકા આમને સામને જોવા મળી રહ્યા છે. લાંબા સમયથી ચીનનો તાઈવાન અને અમેરિકા સાથે ગતિરોધ ચાલી રહ્યો હતો પરંતુ બુધવારે અમેરિકા સ્પીકર નેન્સી પેલોસી તાઈવાન યાત્રા યુદ્ધની આશંકા વધારી દીધી છે. બંને દેશ એકબીજાને ધમકાવી રહ્યા છે. હવે દુનિયાના અન્ય દેશો વચ્ચે સવાલ એ છે કે જો યુદ્ધ થાય તો તેઓ કોની સાથે જાય.આ બધા વચ્ચે ચિંતાના સમાચાર આવી રહ્યા છે વિશ્વના બે દેશ એવા છે જેમાં સૌથી પહેલા ચીનને સમર્થન જાહેર કર્યું છે. રશિયાએ સૌથી પહેલા ચીનને સમર્થન જાહેર કરી દીધુ. જેની આશા પણ હતી.

છેલ્લા લાંબા સમયથી રશિયા અને અમેરિકા વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. અમેરિકા અને નોટો ની દખલગીરી ના કારણે જ રશિયા યુક્રેન પર હુમલો કર્યો. હવે રશિયા અમેરિકા વિરુદ્ધમાં છે. અમેરિકા રશિયા પર અનેક પ્રતિબંધ લગાવ્યા પરંતુ પુતિન ઝૂકવા માટે તૈયાર નથી. એવામાં રશિયા અમેરિકા વિરુદ્ધમાં હોય તે સ્વાભાવિક છે. આ ઉપરાંત યુક્રેન સાથે યુદ્ધ સમયે દુનિયાના મોટાભાગના દેશ રશિયાની વિરુદ્ધમાં હતા ત્યારે ચીને તેનું સમર્થન કર્યું હતું. આવામાં રશિયા મિત્રતા નીભાવા ઈચ્છે બીજો દેશ પાકિસ્તાન છે જેણે ચીનને સપોર્ટ જાહેર કર્યો. તેણે ખુબ સમજી વિચારીને આ ચાલ ચલી છે. પાકિસ્તાન અને અમેરિકાના સંબંધ ખરાબ થઈ ચૂક્યા છે અને તેની ગાડી પાટા પર આવતી જોવા મળી રહી નથી. ચીન તેનો ગાઢ મિત્ર છે. આવામાં તે ચીનની વિરુદ્ધ માં જશે નહીં. આ ઉપરાંત પાકિસ્તાન પર ચીનનું ઘણું કરજ પણ છે. પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને તેને તેમાંથી બહાર કાઢવા માટે ફંડની જરૂર છે. છેલ્લા કેટલાક મહિનાથી ચીને પોતાના હાથ ટાઈટ કર્યા છે પરંતુ હજુ પણ પાકિસ્તાન ચીન પાસે કરજની અપેક્ષા રાખે છે. આ જ કારણ છે કે ચીનને સમર્થન આપીને તે લોનનો રસ્તો ક્લિયર કરી રહ્યું છે પણ આ બધા વચ્ચે અમેરિકા સ્પીકર નેન્સી પેલોસી ની યાત્રા આગળ વધી રહી છે

Next Story