Connect Gujarat
દુનિયા

ISROના માર્ગે ચાલ્યું જાપાન, ચંદ્રયાન-3ની જેમ લોન્ચ કર્યું 'મૂન મિશન', SLIM લેન્ડર સાથે H-IIA રોકેટ રવાના...

જાપાને આજે વહેલી સવારે રાષ્ટ્રીય અંતરિક્ષ એજન્સીના ચંદ્ર લેન્ડરને લઈ જનારા રોકેટ H-IIAને લોન્ચ કર્યું હતું.

ISROના માર્ગે ચાલ્યું જાપાન, ચંદ્રયાન-3ની જેમ લોન્ચ કર્યું મૂન મિશન, SLIM લેન્ડર સાથે H-IIA રોકેટ રવાના...
X

જાપાને આજે વહેલી સવારે રાષ્ટ્રીય અંતરિક્ષ એજન્સીના ચંદ્ર લેન્ડરને લઈ જનારા રોકેટ H-IIAને લોન્ચ કર્યું હતું. હવામાન ખરાબ હોવાને લીધે ગત મહિને એક અઠવાડિયામાં ત્રણ વખત મિશન સ્થગિત કરાયા બાદ છેવટે જાપાન આ મિશનને લોન્ચ કરવામાં સફળ રહ્યું છે. સમાચાર એજન્સી અનુસાર જાપાનના એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA)એ કહ્યું કે રોકેટે દક્ષિણ જાપાનના તનેગાશિમા અંતરિક્ષ કેન્દ્રથી ઉડાન ભરી હતી. આ રોકેટના નિર્માણ અને લોન્ચ કરવામાં સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા મિત્સુબિશી હેવી ઈન્ડસ્ટ્રીઝે ભજવી હતી. જાપાન ઘણાં સમયથી મૂન મિશન પર કામ કરી રહ્યું હતું. તેના મૂન મિશનમાં અનેક વસ્તુઓ સામેલ છે. આ મિશન હેઠળ ચંદ્ર પર તપાસ કરવા માટે સ્માર્ટ લેન્ડર (SLIM) ઉતારાશે. જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી તેને એચ-2એ રોકેટની મદદથી ચંદ્ર પર મોકલી રહી છે. જાપાનના SLIM પ્રોજેક્ટને મૂન સ્નાઈપર તરીકે ઓળખાય છે.

Next Story