કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયાભરમાં ફફડાટ:નેધરલેન્ડમાં ઓમિક્રોનના 13 કેસ અને કેનેડામાં 2 કેસ નોંધાયા
કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટે દુનિયાભરના દેશોને ચિંતિત કરી દીધા છે. અનેક દેશોએ ટેસ્ટિંગ-આઇસોલેશનને તેજ બનાવવા માટેના આદેશ આપ્યા છે.

કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટે દુનિયાભરના દેશોને ચિંતિત કરી દીધા છે. અનેક દેશોએ ટેસ્ટિંગ-આઇસોલેશનને તેજ બનાવવા માટેના આદેશ આપ્યા છે. જ્યારે યુકે, શ્રીલંકા, માલદિવ્સ સહિત ઘણા દેશોએ આફ્રિકન દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકા પણ આજે આફ્રિકન દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહ્યો છે. આ તરફ કેનેડામાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે. ઓમિક્રોનના ખતરાને પગલે જાપાને સોમવારે તમામ વિદેશી નાગરિકોને તેના દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. કેનેડામાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના પ્રથમ બે કેસ સામે આવ્યા છે. આ અંગે માહિતી આપતાં કેનેડા સરકારે જણાવ્યું હતું કે ઓન્ટારિયોમાં ઓમિક્રોન વેરિયન્ટના બે પુષ્ટિ થયેલા કેસ મળ્યા છે. આ બંને કેસ નાઈજીરિયાથી પરત આવેલા બે લોકોમાં જોવા મળ્યા છે. આરોગ્યના મુખ્ય તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે ઓટાવા પબ્લિક હેલ્થ આ બાબતની તપાસ કરી રહી છે અને બંને દર્દી આઇસોલેશનમાં છે.ત્યાર બાદ કેનેડા પહોંચી રહેલા મુસાફરો માટે ટેસ્ટિંગના નિયમોને કડક કરી દેવામાં આવ્યા છે. હવે કોઈપણ દેશથી કેનેડા પહોંચી રહેલા મુસાફરોએ એરપોર્ટ પર જ ટેસ્ટિંગ કરાવવું પડશે. શુક્રવારે કેનેડાએ દક્ષિણ આફ્રિકાના દેશોમાંથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સાઉથ આફ્રિકામાં સૌથી પહેલો મળી આવેલા કોરોના વાઇરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોનથી બચવા માટે હવે અમેરિકાએ પણ કમર કસી છે. અમેરિકાએ આ વાઇરસથી બચવા માટે આફ્રિકન દેશોની યાત્રા પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ જો બાઈડનના વહીવટીતંત્રનાં સૂત્રોએ જણાવ્યું હતું કે તેની જાહેરાત સોમવારે કરવામાં આવશે.આ તરફ રાષ્ટ્રપતિના ચીફ મેડિકલ એડવાઇઝર ડો. એન્થોની ફોસીએ કહ્યું હતું કે ઓમિક્રોન કોરોનાના અત્યારસુધીમાં મળેલા અન્ય તમામ વેરિયન્ટની સરખામણી સૌથી ઝડપી સંક્રમણ ફેલાવનારો લાગે છે. અત્યારસુધીમાં સામે આવેલાં તથ્યોના આધારે આધારે એવું પણ લાગી રહ્યું છે કે આ વેરિયન્ટ મોનોક્લોનલ એન્ટિબોડીઝ (કોરોના સંક્રમણ લાગવા પર કુદરતી રીતે શરીરમાં પોતાની રોગપ્રતિકારક શક્તિ)ને બાયપાસ કરી શકે છે અને આ કારણથી એ થોડો ઘાતક સાબિત થઈ શકે છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ-દહેજને જોડતા જર્જરિત નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ પર ભારદારી વાહનોની...
29 Jun 2022 9:18 AM GMTઅમદાવાદ : ભગવાન જગન્નાથને ચંદનના લેપ કરી આંખે પાંટા બાંધી કરાઇ...
29 Jun 2022 9:12 AM GMTઅમદાવાદ: ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ પૂર્ણ થયા બાદ ભંડારો યોજાયો,પૂર્વ...
29 Jun 2022 9:06 AM GMTઅંકલેશ્વર: રથયાત્રા પૂર્વે રિક્ષામાંથી હથિયારો સાથે 5 આરોપી ઝડપાયા
29 Jun 2022 8:24 AM GMTગોધરાના મોરવાહડફમાંથી સરકાર દ્વારા બંધ કરાયેલ જૂની ચલણી નોટો ઝડપાઇ,...
29 Jun 2022 8:20 AM GMT