PMનું સંબોધન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી "કોવિન ગ્લોબલ કોન્ક્લેવ"ને સંબોધન કરશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારના રોજ કોવિન ગ્લોબલ કૉન્ક્લેવ (CoWIN Global Conclave) પર પોતાના વિચારો રજૂ કરી સંબોધન કરશે.

New Update

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારના રોજ કોવિન ગ્લોબલ કૉન્ક્લેવ (CoWIN Global Conclave) પર પોતાના વિચારો રજૂ કરી સંબોધન કરશે.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ(NHA) દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, ભારત દેશ કોરોના સામે લડવા માટે કોવિન(CoWIN)ને વૈશ્વિક સ્તર પર ડિજિટલ પબ્લિક ગુડના રૂપમાં રજૂ કરવા જઈ રહ્યો છે, ત્યારે વર્ચુઅલ માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારના રોજ 'કોવિન ગ્લોબલ કોન્ક્લેવ' અંગે દેશને સંબોધન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કૉન્ક્લેવમાં 20થી વધુ દેશો સાથે કોવિડના નિર્માણ અને વિકાસની સ્ટોરી પણ શેર કરવામાં આવશે. NHA દ્વારા જણાવાયું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં સામેલ થઈ આ પહેલ વિશે પોતાના વિચારો રજૂ કરશે. આ ઉપરાંત વિયેતનામ, પેરુ, મેક્સિકો, ઈરાક, ડોમિનિકન ગણરાજ્ય, પનામા, યૂક્રેન, નાઈઝીરિયા, સંયુક્ત આરબ અમીરાત અને યુગાંડા જેવા દેશોએ પોતાની રસીકરણ કાર્યક્રમ ચલાવવા કોવિન ટેકનીક વિશે શીખવાની રૂચિ પણ વ્યક્ત કરી છે.

Read the Next Article

ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર, PM મોદી ચેકર્સ ખાતે કીર સ્ટારમરને મળ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- 'આ કરાર ફક્ત આર્થિક કરાર નથી, પરંતુ સહિયારી સમૃદ્ધિ માટેની યોજના પણ છે. એક તરફ, ભારતીય કાપડ, જૂતા, રત્નો અને ઝવેરાત, સીફૂડ અને એન્જિનિયરિંગ માલને બ્રિટનમાં વધુ સારી બજાર પહોંચ મળશે.

New Update
5

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુનાઇટેડ કિંગડમ મુલાકાત દરમિયાન ગુરુવારે ભારત અને બ્રિટન વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર થયા. મોદીએ લંડન નજીક ચેકર્સ ખાતે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને મળ્યા, જે યુકેના વડા પ્રધાનનું સત્તાવાર ગ્રામીણ નિવાસસ્થાન છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- 'આ કરાર ફક્ત આર્થિક કરાર નથી, પરંતુ સહિયારી સમૃદ્ધિ માટેની યોજના પણ છે. એક તરફ, ભારતીય કાપડ, જૂતા, રત્નો અને ઝવેરાત, સીફૂડ અને એન્જિનિયરિંગ માલને બ્રિટનમાં વધુ સારી બજાર પહોંચ મળશે. ભારતના કૃષિ ઉત્પાદનો અને પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગ માટે યુકેના બજારમાં નવી તકો ઊભી થશે. આ કરારથી ખાસ કરીને ભારતીય યુવાનો, ખેડૂતો, માછીમારો અને MSME ક્ષેત્રને ફાયદો થશે. બીજી તરફ, ભારતના લોકો અને ઉદ્યોગ માટે, તબીબી સાધનો જેવા બ્રિટનમાં બનેલા ઉત્પાદનો વાજબી અને પોષણક્ષમ ભાવે ઉપલબ્ધ થશે.'

આ કરારને ભારત અને યુકે વચ્ચે આર્થિક વિકાસ અને નવી રોજગારીની તકોની ચાવી માનવામાં આવી રહી છે. આ ભારતના યુવાનો માટે ખાસ કરીને ફાયદાકારક રહેશે, કારણ કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવાની તકોમાં વધારો કરશે. સરકારી અધિકારીઓના મતે, આ કરારથી માહિતી ટેકનોલોજી (IT), IT-સેવાઓ, નાણાકીય સેવાઓ, વ્યાવસાયિક સેવાઓ (જેમ કે મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ), અને શિક્ષણ સંબંધિત સેવાઓને સીધો ફાયદો થશે. આ કરાર હેઠળ, ભારતના શ્રમ-સઘન નિકાસ ક્ષેત્રો જેમ કે કાપડ, ચામડું, જૂતા, ફર્નિચર, રત્નો અને ઘરેણાં અને રમતગમતના સામાનને યુકે બજારમાં ડ્યુટી-મુક્ત પ્રવેશ મળશે. હાલમાં, બ્રિટન દર વર્ષે $23 બિલિયનથી વધુ મૂલ્યના આવા ઉત્પાદનોની આયાત કરે છે, જે ભારતના ઉત્પાદન અને રોજગારમાં મોટો વધારો કરી શકે છે.
Latest Stories