UAEના પ્રમુખ શેખ ખલીફાનું 73 વર્ષની વયે નિધન

સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું નિધન થયું છે

New Update

સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું નિધન થયું છે. તેઓ 73 વર્ષના હતા. રાજ્ય સમાચાર એજન્સી ડબલ્યુએએમએ શુક્રવારે આ સંબંધમાં માહિતી શેર કરી છે. રાષ્ટ્રપતિ બાબતોના મંત્રાલયે પણ મૃત્યુની પુષ્ટિ કરી છે. શેખ ખલીફાના નિધન પર દુનિયાભરના લોકોએ શોક વ્યક્ત કર્યો છે.

Advertisment

2019 માં, શેખ ખલીફા પાંચ વર્ષની મુદત માટે ચોથી વખત ચૂંટાયા હતા. UAEની સુપ્રીમ કાઉન્સિલ દ્વારા તેઓ ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. શેખ ખલીફાએ 3 નવેમ્બર 2004થી સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ અને અબુ ધાબીના શાસક તરીકેનો કાર્યભાર સંભાળ્યો. શેખ ખલીફાને તેમના પિતાના અનુગામી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. શેખ ખલીફા લાંબા સમયથી બીમાર હતા. ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, શેખ ખલીફાના નિધન પર યુએઈમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. UAEમાં 40 દિવસની રાષ્ટ્રીય રજા રહેશે. આ દરમિયાન ધ્વજ અડધી કાઠીએ ઝુકાવવામાં આવશે

Advertisment