Connect Gujarat
દુનિયા

યુક્રેને પાંચ રશિયન વિમાનો અને હેલિકોપ્ટર તોડી પાડ્યા, યુક્રેનનો દાવો - રશિયન હુમલામાં 7ના મોત

યુક્રેનની રાજધાની કિવ સહિત અનેક જગ્યાએ વિસ્ફોટો બાદ યુક્રેનમાં માર્શલ લો લાગુ કરી દેવામાં આવ્યો છે.

યુક્રેને પાંચ રશિયન વિમાનો અને હેલિકોપ્ટર તોડી પાડ્યા, યુક્રેનનો દાવો - રશિયન હુમલામાં 7ના મોત
X

રશિયાની જાહેરાત બાદ યુક્રેનની સ્થિતિ સતત બગડી રહી છે. યુક્રેનની રાજધાની કિવ સહિત અનેક જગ્યાએ વિસ્ફોટો બાદ યુક્રેનમાં માર્શલ લો લાગુ કરી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં, આ હુમલાઓથી બચવા માટે યુક્રેનના નાગરિકો સુરક્ષિત સ્થળોએ જઈ રહ્યા છે.

હકીકતમાં, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે યુદ્ધ ટાળી શકાય નહીં. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિએ આદેશ જારી કરીને કહ્યું કે જો યુક્રેન પીછેહઠ નહીં કરે તો યુદ્ધ ચાલુ રહેશે. પુતિને યુક્રેનની સેનાને જલદી શસ્ત્રો નીચે મૂકવાની ધમકી આપી, નહીં તો યુદ્ધ ટાળી શકાય નહીં. તે જ સમયે, યુક્રેનમાંથી સતત બ્લાસ્ટના અવાજ સાંભળવાના સમાચાર છે. સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકો અલગ-અલગ જગ્યાએ બ્લાસ્ટનો દાવો કરી રહ્યા છે.

Next Story