Connect Gujarat
દુનિયા

અમેરિકાએ પોતાના નાગરિકોને યુક્રેન છોડવા આગ્રહ કર્યો,જાણો વધુમાં રાષ્ટ્રપતિએ શું કહ્યું..?

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાના નાગરિકોને યુક્રેન છોડવા માટે કહ્યું છે.

અમેરિકાએ પોતાના નાગરિકોને યુક્રેન છોડવા આગ્રહ કર્યો,જાણો વધુમાં રાષ્ટ્રપતિએ શું કહ્યું..?
X

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાના નાગરિકોને યુક્રેન છોડવા માટે કહ્યું છે. બાઈડને કહ્યું છે કે અમેરિકી નાગરિકોએ હવે યુક્રેન છોડી દેવું જોઈએ. યુક્રેનમાં રશિયન આક્રમણના ખતરાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ બાઈડને આ અપીલ કરી છે. આપને જણાવી દઈએ કે, અમેરિકા દ્વારા યુક્રન પર રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે તેવી ચેતાવણી આપી દેવામાં આવી છે.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું હતું કે, યુક્રેન કટોકટી દાયકામાં યુરોપની "સૌથી ખતરનાક ક્ષણ" માં પ્રવેશી છે. બ્રિટનના ટોચના રાજદ્વારીએ તેના રશિયન સમકક્ષ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી, જેમણે કહ્યું કે ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય) પશ્ચિમી દેશોના "પ્રવચન" સાંભળશે નહીં.દરમિયાન, યુક્રેનના ઉત્તરમાં સ્થિત બેલારુસમાં રશિયન સૈનિકો ની લશ્કરી પ્રવૃત્તિ તેજ જવા મળી હતી. તે જ સમયે, યુક્રેનની સરહદ નજીક એક લાખથી વધુ રશિયન સૈનિકો નો મેળાવડો નોંધવામા આવ્યો છે. જો કે, પરિસ્થિતિ જોતા યુરોપના દેશો પણ સતર્ક થયા છે અને ગુરુવારે બ્રિટિશ રોયલ એરફોર્સનું ફાઈટર પ્લેન 350 સૈનિકોને લઈને પોલેન્ડ પહોંચ્યું હતું.

US સૈન્ય લેફ્ટનન્ટ જનરલ એરિક કુરિલાએ મંગળવારે સાંસદોને જાણકારી આપી હતી કે જો રશિયા યુક્રેન પર હુમલો કરે છે. તો તે સીરિયા સહિત મધ્ય પૂર્વમાં વ્યાપક અસ્થિરતા તરફ દોરી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન અમેરિકા અને આ ક્ષેત્રમાં સહયોગી દેશો માટે મોટો ખતરો છે. કુરિલાએ મધ્ય પૂર્વમાં ટોચના US કમાન્ડર ના પદ માટે સેનેટની સુનાવણી દરમિયાન ગૃહ સશસ્ત્ર સેવા સમિતિએ જણાવ્યું હતું કે, ચીન સેન્ટ્રલ કમાન્ડ ક્ષેત્રમાં તેની તાકાત વધારી રહ્યું છે અને ત્યાં ખર્ચ વધારી રહ્યું છે.

Next Story