અંકલેશ્વરના એશિયાડ નગર વિસ્તારમાં પાણીનો ભરાવો

New Update
અંકલેશ્વરના એશિયાડ નગર વિસ્તારમાં પાણીનો ભરાવો

અંકલેશ્વરમાં સતત વરસી રહેલા વરસાદ તથા આમલાખાડીના જળસ્તરમાં વધારો થતાં શુક્રવારની રાત્રે એશિયાડ નગર તથા આસપાસના વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. મકાનોના દરવાજા સુધી પાણી પહોંચી જતાં લોકોની દોડધામ વધી ગઇ હતી અને તેમણે ઘરવખરી સલામત રાખવાના પ્રયાસો શરૂ કરી દીધાં હતાં. પણ વરસાદ પણ વરસતો હોવાથી અનેક ઘરોમાં પાણી પ્રવેશી ગયાં હતાં.

ભરૂચ શહેર તથા જિલ્લામાં ત્રણ દિવસથી મેઘરાજાની મહેર થઇ રહી છે. શુક્રવારે સવારથી અંકલેશ્વરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. બીજી તરફ આમલાખાડીના ઉપરવાસમાં વરસાદ હોવાથી ખાડીના જળસ્તરમાં વધારો થયો હતો. આવા સંજોગોમાં આમલાખાડીની નજીકમાં અંકલેશ્વર- હાંસોટ રોડ પર આવેલા એશિયાડ નગર વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. એશિયાડ નગર બસ સ્ટેન્ડથી સોસાયટી તરફ જવાનો રસ્તો તથા સોસાયટીની વિવિધ ગલીઓમાં પાણી ભરાતા લોકોની ચિંતામાં વધારો થયો હતો. મકાનોના દરવાજા સુધી પાણી પહોંચી જતાં તેમણે મકાનોમાં પાણી પ્રવેશતું રોકવા માટે દોડધામ કરી મુકી હતી. વરસાદ પણ વરસતો હોવાથી અનેક ઘરોમાં પાણી પ્રવેશી ગયાં હતાં. સોસાયટીના રહીશો ઘરોની બહાર દોડી આવ્યાં હતાં. એશિયાડ નગર તથા જનકવાટીકા સહિતની સોસાયટીઓમાં દર ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થતો રહે છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર અસરકારક પગલા ભરે તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહયાં છે.

Read the Next Article

જુનાગઢ : કુખ્યાત કાળા દેવરાજ રબારીને દબોચી લેતી પોલીસ, ગુજસીટોક હેઠળ પોલીસે કરી હતી કાર્યવાહી

જૂનાગઢના કુખ્યાત કાળા દેવરાજને આખરે પોલીસે દબોચી લીધો હતો.107 જેટલા ગુન્હાઓને અંજામ આપનાર આ આરોપી સામે પોલીસે ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરી હતી.

New Update
  • જૂનાગઢમાં ગુન્હાઓની સર્જી હતી હારમાળા

  • કુખ્યાત આરોપીની ધરપકડ કરતી પોલીસ

  • કાળા દેવરાજ પર નોંધાઈ ચુક્યા હતા 107 ગુન્હા

  • પોલીસે ગુજસીટોકની પણ કરી હતી કાર્યવાહી

  • પોલીસને આરોપીની ધરપકડમાં મળી સફળતા 

જૂનાગઢના કુખ્યાત કાળા દેવરાજને આખરે પોલીસે દબોચી લીધો હતો.107 જેટલા ગુન્હાઓને અંજામ આપનાર આ આરોપી સામે પોલીસે ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરી હતી.

જૂનાગઢમાં ગુન્હાહિત પ્રવૃતો થકી આતંક મચાવનાર કાળા દેવરાજની આખરે પોલીસે ધરપકડ કરી હતી.કાળા દેવરાજ પર 107 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે.આ ઉપરાંત પોલીસ દ્વારા આરોપી સામે ગુજસીટોક હેઠળ પણ ગુન્હો દર્જ કરવામાં આવ્યો હતો.અને તેના ગેરકાયદેરસર ઘર અને ફાર્મ હાઉસ સામે બુલડોઝર કાર્યવાહી કરીને તોડી પાડવામાં આવ્યા હતા.જૂનગાઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ જ્યારે તપાસ અર્થે આરોપી કાળા દેવરાજના ઘરે ગઈ હતી,ત્યારે તેના પરિવાર દ્વારા પોલીસનો વિડીયો બનાવીને ઉશ્કેરણી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.અને પોલીસનો વિડીયો બનાવીને પોલીસ પર રૂપિયા માંગવાનો આક્ષેપ પણ કર્યો હતો.આ સમગ્ર ઘટના સંદર્ભે પોલીસ દ્વારા આરોપીના પરિવાર સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.