New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/wOwZJNdB.jpg)
અંકલેશ્વરના દિવા રોડ પર આવેલ સંસ્કાર ધામ સોસાયટી પાસે એક કાર ચાલકે કારને બેફામ રીતે હંકારીને બાઈક સવાર યુવાનને અડફેટમાં લેતા યુવકનું કરુણ મોત નીપજ્યુ હતુ.
જાણવા મળતી માહતી અનુસાર અંકલેશ્વરના દિવા રોડ પરથી પસાર થતા વાહનોની તેજ રફ્તારના કારણે છાશવારે અકસ્માતની ઘટનાઓ સર્જાતી રહે છે જે બનાવનું ફરીથી પુરનાવર્તન થયુ હતુ.
એક I20 કારના ચાલકે કારને રમરમાટ દોડાવતા કાર બેકાબુ બની હતી અને એક બાઈક સવારને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું ગંભીર ઈજાઓના કારણે કરુણ મોત નીપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.
બનાવ અંગે શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.