/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/04/watermark-chas.png)
અંકલેશ્વર જીઆઈડીસી માં વડીલોનો સેવા યજ્ઞ.
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/04/watermark-chas.png)
દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા
દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે, જેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે, જેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસ તપાસમાં સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટ મૃત્યુ પાછળના કારણો પર પ્રકાશ પાડી શકે છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુસાઇડ નોટની તપાસ બાદ જ આ ઘટના સામૂહિક આપઘાત છે કે કોઈ અન્ય કારણથી મૃત્યુ થયું છે, તે અંગેની હકીકત બહાર આવશે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.