કેટરિનાની બહેન ઇસાબેલ સૂરજ પંચોલી સાથે ફિલ્મ કરશે

New Update
કેટરિનાની બહેન ઇસાબેલ સૂરજ પંચોલી સાથે ફિલ્મ કરશે

કેટરિના કૈફ પોતાની બહેન ઇસાબેલની બોલીવૂડમાં કારકિર્દી બનાવાના પ્રયાસ કરી રહી છે. ઇસાબેલ સૂરજ પંચોલી સાથે ફિલ્મની કારકિર્દી શરૃ કરે તેવી શક્યતા છે.

કેટરિના ઘણા સમય થી પોતાની બહેન ઇસાબેલને બોલીવૂડમાં લાવવા મથી રહી છે. તે ઇચ્છે છે કે તેના આ કામમાં પણ દર વખતની માફક સલમાન ખાન તેને મદદ કરે, પરંતુ આ વખતે સલમાન પોતાના બનેવી આયુષ શર્માને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે.તેથી તે ઇસાબેલ પર પૂરતું ધ્યાન આપી શકતો નથી.

આ ફિલ્મ માટે સૂરજ પંચોલીએ ડાન્સની પ્રેકટિસ શરૃ કરી દીધી છે. જ્યારે ઇસાબેલે સૂરજ સાથે બે વખત પ્રેકટિસ કરી છે. ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી શરૃ થાય તેવી વકી છે. જોકે ઇસાબેલ 2014માં એક ફિલ્મમાં નજરે ચડી હતી. પરંતુ આ વખતે તે પૂરી તૈયારી સાથે ફિલ્મોમાં ડેબ્યુ કરવાના પ્રયાસ કરી રહી છે. કેટરિના પણ પોતાની બહેનની કારકિર્દી ઘડવામાં પૂરતો સહયોગ આપી રહી છે. કેટરિના અને ઇસાબેલ અનુષ્કા-વિરાટના રિસેપ્શનમાં સાથે દેખાયા હતા.